હિંમતનગર બહુમાળી ભવન ખાતે ફાયર સેફ્ટી ની તાલીમ આપવામા આવી
(રિપોર્ટર સદ્દામ મનસુરી)
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ તા.૩૧ મે.ના રોજ બહુમાળી ભવન ખાતે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ફાયર સેફ્ટી અંગેની તાલીમ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર હિંમતનગર ખાતે યોજવામાં આવી હતી.આગનો બનાવ બને તો તેવા સમયે શું કરવું તે અંગે સરકારી કર્મચારી-અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં સરકારી કચેરીઓમાં લગાવેલા અગ્નિશામક યંત્રનો આપત્તિ સમયે ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી જેમાં ૧૦૦ જેટલા અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.