સમસ્ત મહાજન દ્વારા રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડીમલ મીણા તથા જળ મંત્રી કનૈયાલાલ ચૌધરીને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹.100ની સબસિડી આપવાની રજૂઆત - At This Time

સમસ્ત મહાજન દ્વારા રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડીમલ મીણા તથા જળ મંત્રી કનૈયાલાલ ચૌધરીને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹.100ની સબસિડી આપવાની રજૂઆત


સમસ્ત મહાજન દ્વારા રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડીમલ મીણા તથા જળ મંત્રી કનૈયાલાલ ચૌધરીને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹.100ની સબસિડી આપવાની રજૂઆત

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડૉ. ગીરીશ શાહનાં નેતૃત્વમાં રાજસ્થાન સરકારના કૃષિ મંત્રી શ્રી કિરોડીમલ મીણા તથા જળ મંત્રી કનૈયાલાલ ચૌધરીને  રાજસ્થાનની તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ ₹100ની  દૈનિક, કાયમી  સબસિડી આપવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી.

કૃષિ મંત્રી શ્રી કિરોડીમલ મીણા તથા જળ મંત્રી કનૈયાલાલ ચૌધરી એ જીવદયાને લગતા અન્ય તમામ મુદ્દાઓ ધ્યાનથી સાંભળ્યા અને શક્ય તમામ મદદ કરવાની ખાત્રી આપેલ હતી.  સમસ્ત મહાજનની ટીમે  કૃષિ મંત્રી શ્રી કિરોડીમલ મીણા તથા જળ મંત્રી કનૈયાલાલ ચૌધરીનું  પંચગવ્યમાંથી બનાવેલી ગણપતિની મૂર્તિથી અભિવાદન કર્યું હતું.  અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત મહાજનના ડો.ગીરીશભાઈ શાહ અને મિતલ ખેતાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે.

રિપોર્ટ નટવરલાલ ભાતીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.