મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મહિસાગર અને ખેડા જિલ્લાના ₹581 કરોડના ખર્ચે નિર્માણાધીન લીફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મહિસાગર અને ખેડા જિલ્લાના ₹581 કરોડના ખર્ચે નિર્માણાધીન લીફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાત કરી હતી. આ લિફ્ટ ઈરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટ મધ્ય ગુજરાતના ખેડા અને મહિસાગર જિલ્લાના 125 ગામોને સિંચાઈ સુવિધા પૂરી પાડશે. મુખ્યમંત્રીશ્રીએ આ લીફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરવા સાથે બાલાસિનોરના રૈયોલી ખાતે નિર્માણાધીન 40 લાખ લિટરની ક્ષમતાનાં સંપ તેમજ MS પાઈપલાઈનની કામગીરી પણ નિહાળી હતી. મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓ અને ઇજનેરો તથા સાંસદ અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ સાથે આ સંદર્ભમાં બેઠક યોજીને વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી તેમજ કામોની ગુણવત્તા જાળવણી સાથોસાથ નિર્ધારીત સમય મર્યાદામાં એટલે કે 2027 સુધીમાં સમગ્ર યોજના પૂર્ણ થાય તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.