માળીયા હાટીના માં હીત રક્ષક સમિતિ દ્વારા આપ્યું આવેદન પત્ર
ભાજપના આગેવાનો એ સૂત્રોચારો સાથે સરકાર સામે સિંહ ભરી હુકાર
માળીયા હાટીના હિત રક્ષક સમિતિ દ્વારા તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમજ સરપંચો દ્વારા છાશ વારે ગુજરાતના મુખ્ય મંત્રી, મહેસુલ વિભાગ તેમજ આવિસ્તારના સાંસદ અને કલેકટર ને લેખિત માં રજુઆત તેમજ આવેદન પત્રો પણ આપેલ છે તેમાં ખાસ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે માળીયા હાટીના મામલતદાર ઓફીસ હાલ જ્યાં છે ત્યાંજ એજ સ્થળ પર નવી મામલતદાર ઓફીસ તાત્કાલિ બનાવવા માં આવે તેવી માંગ સાથે માળીયા હાટીના નાયબ મામલતદાર બાબુભાઇ ભલગારીયા ને લેખિત માં આવેદન (રજુઆત) આપ્યુ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મામલતદાર ઓફીસ કોર્ટની સામે આવેલ જગ્યા પર ખસેડી બાધકામ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે, જેથી આ વિસ્તારની પ્રજામાં ખુબજ ઉગ્ર રોસના લાગી છે, જેથી ગાંધી ચીધ્યા રાહે અહીસક ઉપવાસ આંદોલનની ચીમકી ભાજપના આગેવાન મહેન્દ્રભાઈ ગાંધી , હમીરસિંહ સીસોદીયા, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, અમીનભાઈ પઠાણ , નગીનભાઈ નિમાવત સહિત ગ્રામજનો, સરપંચો દ્વારા રજુઆત કરવામાં આવી છે. બે બે તત્કાલીન મુખ્યમંત્રી ઓ એ તેમજ મંત્રીઓ એ હાલની જગ્યાએ નવી મામલતદાર કચેરી બનાવવા ની ખાત્રી આપી છતાં જે તે વિભાગને હાલ જગ્યા પર મામલતદાર કચેરી બનવવાની સૂચના આપી હોય તો પણ નવી જગ્યાએ શા માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ઘરેલ છે તે પણ એક ચર્ચાનો વિષય છે
હવે જોવાનું એ રહેશે કે માળીયા હાટીના માં નવનિર્માણ મામલતદાર ઓફીસ જે તે સ્થળે બનાવવા માટે ભાજપની સરકાર સામે ભાજપ ના આગેવાનો આંદોલન કરશે કે ? કેમ ? તે તો આગામી દિવસોમાં ખબર પડશે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.