"ધ અલ્ટ્રા માય સ્કૂલ"- જસદણની 68મી SGFI રમતોત્સવમાં જિલ્લા સ્તરે ભવ્ય સફળતાઓ - At This Time

“ધ અલ્ટ્રા માય સ્કૂલ”- જસદણની 68મી SGFI રમતોત્સવમાં જિલ્લા સ્તરે ભવ્ય સફળતાઓ


તાજેતરમાં યોજાયેલ 68મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં રાજકોટ જિલ્લા(ગ્રામીણ) કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં સોનેરી સફળતાઓ મેળવી હતી.
જેમાં કુલ 30 ભાઈઓની એન્ટ્રી અને 23 બહેનોની એન્ટ્રી એ સમગ્ર જિલ્લામાં પ્રથમ ચાર ક્રમાંકમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યા છે. જેમાંથી જૂદી - જૂદી કુલ 35 જેટલી એથલેટિક્સ રમતોમાં 25થી પણ વધુ બાળકોએ "રાજ્યકક્ષાની સ્પર્ધા" માટે પસંદગી મેળવીને સમગ્ર જિલ્લામાં અગ્રીમ સ્થાન મેળવેલ છે. અને તાલુકા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ તમામ બાળકો, તેમના વાલીશ્રીઓ અને તેમના કોચ અને શિક્ષકમિત્રોને શાળા પરિવાર અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.