મોડાસા તાલુકા ના ભાદરવી બીજે નેજા ઉત્સવ ઉજવાયો. - At This Time

મોડાસા તાલુકા ના ભાદરવી બીજે નેજા ઉત્સવ ઉજવાયો.


અરવલ્લી જિલ્લાના ધોળીયા ગામના ડુંગર પર એક પૌરાણિક મંદિર આવેલું છે. મંદિર નાનું હતુ અને આજુબાજુ જંગલ હતુ ત્યારથી ધોળીયા ગામના મહારાજ નવલસિંહ દેતારસિંહ ઝાલા જેઓ પૂજા, અર્ચના કરતા ત્યાર બાદ વર્ષો વિતતા મોટુ મંદિર બનાવવામાં આવ્યું હતુ. ત્યારે એમ કહેવાય છે કે ગ્રામજનો તેમજ આજુબાજુ વિસ્તારના ભાવિક ભક્તો પોતાના જીવનમાં મંગલમય થાય તે માટે બાબા રામદેવજીની બાધા, મન્નત માનતા આ દિવસ એટલે ભાદરવી બીજના દિવસે પૂર્ણ કરતા હોય છે. અલખધણીનો અનોખો મહિમા હોય ભાદરવા વદ બીજના દિવસે ધોળીયા ગામના યુવા આગેવાન બકુસિંહ ઝાલા એ બાબા રામદેવજી ને નેજો ચડાવી ધન્યતા અનુભવી હતી. અલખ ધણીની આરતી, અર્ચના, તેમજ નેજા ઉત્સવમાં ગ્રામજનો અને આ વિસ્તારના ભાવિક ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.