“વિકાસ સપ્તાહ”ની ઉજવણી અન્વયે વિવિધ કાર્યક્રમોના સુચારૂં આયોજન માટે બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી
(અજય ચૌહાણ દ્વારા)
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર, 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે 2001થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા માટે 07 થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોના સુચારૂં આયોજન માટે બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં “વિકાસ સપ્તાહ” અન્વયે તબક્કાવાર વિવિધ કાર્યક્રમોના આયોજન અને અમલવારી અંગે કલેક્ટરએ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત સહિત સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.