જામનગર નજીક નાઘેડી માં રહેતા એક યુવાન સાથે કાર ફેરવવાના બહાને લઈ જઈ છેતરપિંડી,પોલીસ ફરિયાદ નોંધાવાઇ - At This Time

જામનગર નજીક નાઘેડી માં રહેતા એક યુવાન સાથે કાર ફેરવવાના બહાને લઈ જઈ છેતરપિંડી,પોલીસ ફરિયાદ નોંધાવાઇ


જામનગર નજીક નાઘેડી માં રહેતા એક યુવાન સાથે કાર ફેરવવાના બહાને લઈ જઈ છેતરપિંડી

નાઘેડી નો જ એક શખ્સ રૂપિયા ૬ લાખની કાર ફેરવવા લઈ જઈ રફુચક્કર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ

જામનગર નજીક નાઘેડી ગામમાં રહેતા એક યુવાન પાસેથી સ્થાનિક એક શખ્સ ફેરવવાના બહાને રૂપિયા ૬ લાખની કિંમતની સ્વીફ્ટ ડિઝાયર કાર લઈ ગયા પછી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જે મામલે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નાઘેડી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જગદીશભાઈ મેરામણભાઇ કરમુર નામના ૨૩ વર્ષના આહિર યુવાને નાઘેડી ગામના જ વતની પ્રિતેશ જેઠાભાઈ નંદાણીયા સામે પોતાની રૂપિયા ૬ લાખની કિંમતની સ્વીફ્ટ ડિઝાયર કાર ફેરવવાના બહાને લઈ ગયા પછી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

ફરીયાદી જગદીશ તથા તેના મિત્ર નથુભાઈ કે જે બંનેએ સંયુક્ત માલિકીની જી.જે.-૪. ડી.એ.૯૮૮૮ નંબરની સ્વીફ્ટ ડિઝાયર કાર ખરીદ કરી હતી. જે કાર ફેરવવાના બહાને આરોપી પ્રિતેશ નંદાણીયા વિશ્વાસ અને ભરોસો આપીને લઈ ગયો હતો, અને ગત પાંચ તારીખે લઈ ગયા બાદ આજ દિન સુધી પરત નહીં ફરતા આખરે પોલીસ મથકનો સંપર્ક સાધવો પડ્યો હતો, અને જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં જીતેશ નંદાણીયા સામે ફરિયાદ નોંધાવતાં એ.એસ.આઇ.એમ.એલ. જાડેજાએ વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આરોપી પ્રિતેશ નંદાણીયા ની શોધ ખોળ હાથ ધરી છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.