દહેગામ ના પાટનાકુવા ગામના ખેડૂત પર વાવાઝોડા થી વૃક્ષ ધારાસયી થવાંથી મોત નીપજ્યું - At This Time

દહેગામ ના પાટનાકુવા ગામના ખેડૂત પર વાવાઝોડા થી વૃક્ષ ધારાસયી થવાંથી મોત નીપજ્યું


રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.જેમાં દહેગામ તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડતા ભર ઉનારે વાતાવરણ માં ઠંડક પ્રસરી છે ત્યારે દહેગામ ના પાટનાકુવા ગામના ખેડૂત સોલંકી સનાજી કચરાજી (ઉંમર વર્ષ 45)નું વાવાઝોડા થી ખેતર માં વૃક્ષ ધારાસયી થતા ઘટના સ્થળ પર જ મોત થઇ જવાની ઘટના સામે આવી રહી છે.જેમાં ચાલુ વરસાદે મૃતક શનાજી પોતાના ખેતરમાં બાંધેલી ભેંસ લેવા ગયેલા હતા ત્યારે ભારે વાવાજોડાથી ખેતરમાં આવેલ લીમડાનું વૃક્ષ તેમના ઉપર પડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર અર્થે 108 દ્વારા જે રખિયાલ સિવિલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તપાસ કરી મૃત જાહેર કરતા પરિવાર માં માતમ છવાયો હતો તથા તેમની લાશને પી એમ અર્થે ખાસેડવામાં આવી હતી. , રિપોર્ટ મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.