પંચમહાલ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજપાલ સિંહ જાદવ ની શાનદાર જીત
લોકશાહીના મહાપર્વની ઉજવણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું. છેલ્લા મહિનાથી રાજકીય સમીકરણો અને વાતો વચ્ચે 7મી મેએ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં પંચમહાલ લોક્સભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. ત્યારે આજે 4 જુનના રોજ મત ગણતરીની શરૂઆત થઈ હતી. પંચમહાલ બેઠક પર આ વર્ષે 58.85 % મતદાન નોંધાયું હતું. પંચમહાલ બેઠકની 7 વિધાનસભા ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ બેઠક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં ભાજપ તરફથી રાજપાલસિંહ જાદવ અને કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ ચૌહાણ મેદાને હતા. ત્યારે EVMમાં સીલ ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થયો હતો. ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની 5 લાખથી વધુની લીડથી જીત થતાં તેઓ પંચમહાલ લોકસભા સીટના સાંસદ બનશે.
ગોધરા ખાતે આવેલા મધ્યસ્થ કાર્યાલય ખાતે સમર્થકો એકત્ર થયા હતા. જ્યા રાજપાલસિંહ જાદવને અભિનંદન પાઠવામાં આવ્યા હતા. રાજપાલસિંહ જાદવે પાંચ લાખની વધુ લીડ મેળવતા તેમની જીત હવે નિશ્ચિત મનાઈ રહી છે.
તેમને જણાવ્યું હતું કે, ફોર્મ ભરતી વખતે જે રીતે મને મતદારોનો સપોર્ટ મળ્યો હતો. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે
પંચમહાલના પ્રભારી જણાવ્યું હતું કે, પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલસિંહ જાદવ પાંચ લાખ મતોથી વિજય આપવા બદલ આભારી છું. અમારા કાર્યકરોએ પણ મહેનત કરી છે તેમનો પણ વિજય છે. મતદાર ભાઈઓ બહેનોનો વિશ્વાસ અપાવું છુ કે, પંચમહાલની વિકાસની નવી ઉંચાઈને સર કરવા માટે આગળ વધશે.
પંચમહાલ લોકસભા બેઠક માટે આજે ગોધરા પાસે આવેલી નસીરપુર સરકારી ઈજનેરી કોલેજ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્તની હાજરીમાં મતગણતરી હાથ ધરાઈ હતી. પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમની મતગણતરી હાથ ધરવામા આવી હતી. શરુઆતી વલણોમાં ભાજપે મજબૂત પકડ બનાવી હતી, પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલસિંહ જાદવને બહુમતી મળતા કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.