ગુજરાત રોહિત સમાજ યુવા ગ્રુપ સંચાલિત સેવા કેમ્પ બીજા દિવસે પણ ધમધમ્યો…
ગુજરાત રોહિત સમાજ યુવા ગ્રુપ સંચાલિત સેવા કેમ્પ બીજા દિવસે પણ ધમધમ્યો...
૨૦,૦૦૦ પાણીની બોટલો વિતરણ કરાઈ....
ગુજરાત રોહિત સમાજ યુવા ગ્રુપ સંચાલિત મિનરલ પાણી માટેનો સેવા કેમ્પ દાંતા અંબાજી હાઇવે શરૂઆત કરાઈ હતી. આ કેમ્પ અનુસૂચિત જાતિ મોરચા વડગામ તાલુકા પ્રમુખ શ્રી જશુભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અશ્વિનભાઈ સક્સેના ના હસ્તે ખુલ્લો મુકાયો હતો ત્યારે બીજા જ દિવસે અંબાજી જતા પદયાત્રીઓ માટે આયોજક શ્રી વિજય વાલમિયાના જણાવ્યા અનુસાર અંદાજે ૨૦,૦૦૦ પાણીની બોટલ વિતરણ કરાઈ હતી સાથે સાથે ફૂટ પેકેટ, ચોકલેટ,બિસ્કીટ વગેરેની સેવા શરૂ પણ શરૂઆત કરાઇ રોહિત સમાજના આ કેમ્પ પણ ધમધમી ઉઠયો હતો અરવિંદ ખાખરેચા, આર.ડી.બસુ પણ ઉપસ્થિત રહ્યા હતા સમાજના
તમામ લોકોએ આયોજક શ્રી ઓ વિજય વાલમિયા, ધવલરાજ પરમાર, કિરણ પરમાર, ભરત ચૌહાણ, આશિષ મેતિયાં, પ્રકાશ પરમાર ને અભિનંદન પાઠવ્યા હતા આ સેવા કેમ્પમાં અનેક લોકોનો પણ સહયોગ મળ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.