હોટલે ચા પીવા ઉભેલ યુવાનની એક્ટિવાની ડેકીમાંથી રૂ.15 હજારની તફડંચી - At This Time

હોટલે ચા પીવા ઉભેલ યુવાનની એક્ટિવાની ડેકીમાંથી રૂ.15 હજારની તફડંચી


અંબિકા ટાઉનશીપ પાસે સીતાજી ટાઉનશિપમાં રહેતો યુવાન દૂધસાગર રોડ પર પાનની દુકાને એક્ટિવા પાર્ક કરી મિત્ર સાથે ચા પીવા ગયો હતો. દરમિયાન 15 મિનિટમાં અજાણ્યાં શખ્સે એકટીવાની ડેકી તોડી તેમાંથી રોકડ રૂ.15 હજારની ચોરી કરી લીધી હતી. બનાવ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે અંબિકા ટાઉનશીપ નજીક સીતાજી ટાઉનશીપ વીંગ બી ક્વાર્ટર નંબર 301 માં રહેતા રાકેશ ગણેશભાઈ યાદવ (ઉ.વ 30) નામના યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને જૂની કાર ખરીદવાની હોય જેથી તા.15 ના તે તથા તેનો મિત્ર હરેશ રૈયાણી બંને કુવાડવા રોડ કાર જોવા ગયા હતા.
બાદમાં રાત્રિના પરત ફરતા હતા ત્યારે ચુનારવાડ ચોક પાસે ટ્રાફિક વધુ હોય જેથી તેઓ નવ વાગ્યા આસપાસ પોતાનું એકટીવા અહીં દૂધસાગર રોડ પર જય અંબે પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાન પાસે રાખી તે નજીકની ચાની હોટલે ચા પીવા માટે ગયા હતા.
15 મિનિટ બાદ બંને પરત આવતા માલુમ પડ્યું હતું કે કોઈ અજાણ્યાં શખ્સે એકટીવાની ડેકી તોડી તેમાંથી રોકડ રૂ.15 હજારની ચોરી કરી નાસી ગયો હતો. યુવાનને પ્રથમ પોતાની રીતે અહીં આસપાસ તપાસ કરી હતી બાદમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી બનાવ સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી ગઠીયાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.