પતિના મોતના બીજા દિવસે જ આપઘાતનો પ્રયાસ કરનાર પત્નીએ સારવારમાં દમ તોડયો - At This Time

પતિના મોતના બીજા દિવસે જ આપઘાતનો પ્રયાસ કરનાર પત્નીએ સારવારમાં દમ તોડયો


રાજકોટમાં આવેલ કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા દેવીપૂજક પ્રૌઢનું બે દિવસ પહેલાં કેન્સરની બિમારીથી મોત નિપજયા બાદ તેના વિયોગમાં પત્નીએ પણ આપઘાતનો પ્રયાસ કરી લીધા બાદ તેમનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં કરૂણાંતિકા છવાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટમાં આવેલ 25 વારીયામાં શીતળાના ઢોરા પર રહેતા રસીલાબેન કાંતીભાઈ વાઘેલા (ઉ.વ.50) ગઈ તા.7/10ના સાંજના છ વાગ્યે પોતાના ઘરે લોહી સાફ કરવાનું લિકવીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી. વધુમાં પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતકના પટેલ કાંતિભાઈને છેલ્લા સાત મહિનાથી કેન્સરની બિમારીથી પિડીત હતાં અને ગઈ તા.6ના તેમનું મોત નિપજયું હતું. જેમના વિયોગમાં રસીલાબેને અંતિમ પગલુ ભરી લીધુ હતું. મૃતકના પતિ રમકડાની ફેરી મારતા હતા. દંપતિને સંતાનમાં ત્રણ પુત્રી બે પુત્ર છે. બનાવથી દેવીપૂજક સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.