યુવાને પત્ની સાથે ઝઘડો થતા ઝેરી દવા પીધી - At This Time

યુવાને પત્ની સાથે ઝઘડો થતા ઝેરી દવા પીધી


શહેરના એરપોર્ટ રોડ પર અમરજીતનગર શેરી નં.3માં રહેતા અમિત ધીરૂભાઇ મકવાણા (કોળી) (ઉ.વ.રર)એ ગઇકાલે બપોેર એકાદ વાગ્યા આસપાસ પોતાના જીવજંતુ મારવાની ઝેરી દવા પી લીધી હતી. તેને તત્કાલ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. ગાંધીગ્રામ પોલીસને જાણ થતા તેનું નિવેદન લેતા જાણવા મળ્યું હતું કે અમિતના લગ્ન પાંચ મહિના પહેલા જ થયેલ. દરમ્યાન તેનો પત્ની સાથે ઝઘડો થયો હતો. જેથી પત્ની રીસામણે માવતરે ચાલી ગઇ હતી. જે વિરહ સહન ન થતા પગલું ભર્યુ હતું જોકે તેની તબિયત સુધારા ઉપર હોય સારવારમાં રખાયો હતો.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.