પાટણ મેડિકલ કોલેજ રેગિંગકાંડ મામલો: : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યા
પાટણ...
રાધનપુર...
અનિલ રામાનુજ રાધનપુર...
પાટણ મેડિકલ કોલેજ રેગિંગકાંડ મામલો: : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યા
બાલીસણા પોલીસે હોસ્ટેલના વોર્ડન, સિક્યુરિટીના નિવેદનો લીધા, એન્ટી રેગિંગ કમિટીના જવાબો પણ પોલીસે લીધા
અરજી કરનાર 7 આરોપીઓના જામીન નામંજૂર...તમામ 15 આરોપી વિદ્યાર્થીઓ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા...
પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મોત થયું છે. આ બાદ રેગિંગને લઈ રોજ નવાં-નવાં રહસ્યો બહાર આવી રહ્યાં છે.મંગળવારે 15 આરોપી વિદ્યાર્થીને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ અરજી કરનાર 7 આરોપીઓના જામીન નામંજૂર કરાયા છે. તમામ 15 આરોપી વિદ્યાર્થીઓ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે.
આરોપી વિદ્યાર્થીઓને સુજનીપુર સબજેલમાં ધકેલવામાં આવ્યાં :-
પાટણ રેગિંગ કેસમાં આરોપીઓના રિમાન્ડ પુરા થતા આજે બુધવારે સાંજે ફરી 15 આરોપીઓને પોલીસ બંદોબસ્ત સાથે એડિશન સિવિલ જજ ડો.એચ.પી જોષીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ રિમાન્ડ માગ્યા ન હતા. બીજી તરફ 15માંથી 7 આરોપીઓએ જમીન અરજી મુકી હતી.જે જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. અને તમામ 15 આરોપી વિદ્યાર્થીઓને સુજનીપુર સબજેલમાં ધકેલવામાં આવ્યાં છે.
કોર્ટે બન્ને પક્ષની રજૂઆત સાંભળી જામીન અરજી નામંજૂર કરી:
જામીન મુકનાર આરોપીના વકીલ દ્વારા આ વિદ્યાર્થીઓ એમબીબીએસનો અભ્યાસ કરતા હોય તેમનો અભ્યાસ ના બગડે, સીસીટીવીમાં દેખાયા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને આરોપી તરીકે લઈ લેવામાં આવ્યાં છે અને મેડિકલ કોલેજ દ્વારા આ બનાવમાં પોતાની બેદરકારીને વિદ્યાર્થીઓ પર ઢોળી દેવામાં આવી હોવાની રજૂઆત કરી હતી. આરોપીઓના કૃત્યને કારણે એક આશાસ્પદ યુવાનનું મોત થયું છે જે ગંભીર છે જેથી આરોપીઓના જામીન નામંજૂર કરવા જોઈએ જેવી ધારદાર રજુઆત સરકારી વકીલે કરી હતી. ત્યારે કોર્ટે બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી નામંજૂર કરીને તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.