વહેલી સવારે રામદેવ મોબાઈલની દુકાનમાં આગ ભભૂકી: રૂા.30 લાખનું થયેલ નુકસાન
શહેરના 80 ફુટ રોડ પર હુન્ડાઈ શો રૂમ પાસે આવેલા રીવરવ્યુહ કોમ્પલેક્ષની રામદેવ મોબાઈલ નામની દુકાનમાં સવારે આગ ભભૂકી ઉઠતા ફાયરબ્રિગેડ દોડી ગયું હતું. એક કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. દુકાન માલીકના જણાવ્યા મુજબ આશરે રૂા.30 લાખનું નુકસાન થયું છે.
આગ સવારે 9-15 વાગ્યા આસપાસ લાગી હતી. દુકાન માલીક જયભાઈ રાવલને તેની આસપાસની દુકાનના ધારકોએ જાણ કરી હતી. તેઓ દોડી આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ આગમાં દુકાનમાં રહેલ ટેબલ, એસી, ટીવી, નવા ફોન, મોબાઈલની એસેસરીઝ બળીને ખાખ થયેલ. જયારે ફાયરબ્રિગેડે શોકેશમાં રાખેલ મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર સહિતની સામગ્રી બચાવી લીધી હતી.
આગનું કારણ જાણવા મળેલ નહોતું. જેથી વધુ તપાસ હાથ ધરાઈ છે. ફાયર ફાઈટરો જયેશભાઈ વાઘેલા, ધર્મરાજસિંહ, કિરીટભાઈ બોખાણી, સામતભાઈ મોઢવાડીયા, જયેશભાઈ ડાકી, અર્સીલભાઈ ખોખર, પરેશભાઈ ચૌધરી વગેરે આગ બુઝાવવા માટે ફરજ પર રહ્યા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.