સેક્ટર-૮માં મહિલા અધિકારીના બંધ મકાનમાંથી ૧.૨૦ લાખની ચોરી
ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે શહેરના સેક્ટર ૮માં નર્મદા નિગમમાં ફરજ બજાવતા અધિકારીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી ૧. ૨૦ લાખની મત્તા ચોરી ગયા હતા. જે સંદર્ભે સેક્ટર ૭ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.