રાજનગર ચોકમાં ઘોડીપાસાનો જુગાર રમતા છ શખ્સ ઝબ્બે
શહેરના નાનામવા મેઈન રોડ પર, રાજનગર ચોકમાં, રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 6 શખ્સો દબોચાયા હતા.
એલસીબી ઝોન-2ની ટીમે આરોપી દિલીપ મનસુખ ચાવડા (ઉ.વ.40, રહે. મવડી સ્મશાન પાછળ, મફતીયાપરા), યુવરાજ દેવસીંગ ડોડીયા (ઉ.21, રહે. રાજનગર શેરી નં.4), વિજેન્દ્ર ધીરૂ ગોહેલ (ઉ.34, રહે. લક્ષ્મીનગર શેરી નં.4), લાલસિંહ ઉમેદસિંહ જાદવ (ઉ.43, રહે. લક્ષ્મીનગર શેરી નં.2), બીપીન રાજા રાઠોડ (ઉ.35, રહે. દેવનગર શેરી નં.1) અને ગોપાલ ભીખા પરમાર (ઉ.42, રહે. લક્ષ્મીનગર શેરી નં.1)ને ઝડપી રૂા.16100ની રોકડ કબ્જે કરી, માલવીયાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
