ઓનલાઈન ગેમીંગ જુગારે 36 વર્ષના યુવકનો ભોગ લીધો : ફાંસો ખાઈ આપઘાત
રાજકોટમાં યુવાનો ઓનલાઈન ગેમીંગ અને ક્રિકેટ સટ્ટાની લત લાગી હોય તેમ અનેક યુવાનો રૂપીયા કમાઈ લેવાની લ્હાયમાં જિંદગી પણ ગુમાવી રહ્યાં છે. ત્યારે અમીનમાર્ગ પાસે આવેલ ચિત્રકૂટધામ સોસાયટીમાં રહેતો મૂળ જામકંડોરણાનો વતની નિકુંજ કથીરિયા ઓનલાઈન ગેમીંગમાં રૂપીયા હારી જતાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, અમીનમાર્ગ પાસે એસ્ટ્રોન નાલાની બાજુમાં આવેલ ચિત્રકૂટધામ-02 માં રહેતાં નિકુંજભાઈ જેરામભાઈ કથીરિયા (ઉ.વ.36) નામના યુવાને ગઈકાલે સાંજના સમયે મકાનના હોલમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકના એએસઆઈ હર્ષદ પરમાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક નિકુંજ મૂળ જામકંડોરણાનો વતની છે, તે બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તેમના લગ્ન થયાં બાદ બે વર્ષ પહેલાં છૂટાછેડા થયેલ હતાં. જે બાદ તે રાજકોટ રહેવા આવી એમ.આર.તરીકે નોકરી કરવાં લાગ્યો હતો. દરમિયાન તેમણે ઓનલાઈન ગેમીંગની લત લાગતાં તે મોટા પ્રમાણમાં રૂપીયા હારી જતાં દેણું થઈ ગયું હતું. જે અંગે તેના મિત્રને વાત કરી લોન લેવાં માટે પણ કહ્યું હતું.
જે બાદ ગઈકાલે આર્થિક ભીંસથી કંટાળી ગઈકાલે પોતાના ભાડાના મકાનમાં અંતિમ પગલું ભરી લીધું હતું. જે બાદ સાંજના સમયે તેના મિત્રએ તેને ફોન કરતાં તેને ઉપાડ્યો ન હતો. જેથી તે તેના ફ્લેટ પર આવી જોતા નિકુંજ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતકના જામકંડોરણા રહેતાં પરિવારને જાણ કરતાં પરિવારજનો દોડી આવ્યાં હતાં અને આક્રંદ મચાવ્યો હતો. મૃતકના ભાઈ તબીબ છે અને પિતા ખેતીકામ કરે છે. પોલીસે વધું તપાસ યથાવત રાખી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
