ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો તથા બિય૨ ટીન નંગ-૧૯૨૦ જેની કી.રૂ ૩,૧૦,૫૦૦/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ - At This Time

ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો તથા બિય૨ ટીન નંગ-૧૯૨૦ જેની કી.રૂ ૩,૧૦,૫૦૦/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો નાઇટમાં ચોબારી ઓ.પી વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા મનફરા ગામ પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હિતેશ કરશન કોલી રહે મનફરા તા.ભચાઉ વાળાએ મનફરાથી ચોબારી જતા રસ્તા પ૨ આવેલ જી.ઇ.બીની પાછળ નદીના વોકળામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે.અને હાલે દારૂનું કટીંગ કરી રહેલ છે.જે બાતમી હકીકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે સદરહું જગ્યાએ જઈ રેઇડ કરતાં ભારતીય બનાવટની વિદેશીદારૂની આલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બીયરના ટીન મળી આવતાં મુદ્દામાલ શોધી કાઢી ધો૨ણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૨૫૨ જે કિ.રૂ.૯૪,૫૦૦/- (૨) બુલ્સ આઇ ડલાસીક બ્લેન્ડેડ વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૯૬ જે કિ.રૂ.૩૩,૫૦૦/- (3) રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૬૦ જે કિ.રૂ.૩૧,૨૦૦/- (૪) ટુબર્ગ પ્રીમિયમ સ્ટ્રોંગ ૫૦૦ મીલી.ના બીયર ટીન નંગ-૪૮ કિ.રૂ.૪૮૦૦/- (૫) કિંગફિશર સુપર સ્ટ્રોન્ગ પ્રીમિયમ ૫૦૦ મીલી.ના બીયર ટીન નંગ-૧૬૮ કિ.રૂ.૧૬,૮૦૦/- (૬) બોમ્બે રોયલ વ્હીસ્કીના ૧૮૦ મી.લી.ના કવાટરીયા નંગ- ૮૧૬ કિ.રૂ.૮૧,૬૦૦/- (૭) એડ્રીલ ડાર્ક ૨૫ ૧૮૦ મી.લી.ના કવાટરીયા નંગ- ૪૮૦ કિ.રૂ.૪૮,૦૦૦/- (૮) ટ્રેકટર જેના રજી નં-જી.જે ૦૧ ઈ.ક્યુ-૨૫૫૨ તથા ટ્રોલી જે બન્ને ની કી.રૂ ૪,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ:- ૭,૧૦,૫૦૦/-

આ કામગી૨ી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફ સાથેરહી કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.