પ્રોફેસર રીક્ષાગેંગનો ભોગ બન્યા: રૂ.30 હજારની તફડંચી - At This Time

પ્રોફેસર રીક્ષાગેંગનો ભોગ બન્યા: રૂ.30 હજારની તફડંચી


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવનના પ્રોફેસર રમેશભાઈ દુદાભાઈ વાઘાણી (ઉં.વ.62) (રહે.ક્રિષ્નાપાર્ક, ક્રિસ્ટલ મોલ પાછળ, કાલાવડ રોડ) ને ગઈકાલે ભેટી ગયેલી રિક્ષા ગેંગ રૂા. 30 હજાર ચોરી પલાયન થઈ જતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.
વધુમાં ફરિયાદી પ્રોફેસર રમેશભાઇએ જણાવ્યું હતું કે ગત તા.25ના સવારના આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ કુંભણ, પાલીતાણા થી એસ.ટી.બસમાં રાજકોટ આવેલ અને રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે ઉતરેલ બાદમાં બસ સ્ટેન્ડથી ચાલીને ત્રીકોણબાગ બાજુ આવતો તે દરમ્યાન પાછળથી એક ઓટો રીક્ષા ચાલક આવેલ અને મને પુછેલ કે કઇ બાજુ જાવુ છે જેથી હું પુષ્કરધામ જવા માટે રિક્ષામાં બેસેલ હતો.
રીક્ષામાં પહેલાથી બે મહીલા અને એક પુરૂષ પણ બેઠેલ હતા જે બાદ ત્રીકોણબાગ પાસે પહોંચતા રીક્ષા ચાલકે કહેલ કે તમે અંદરની સાઇડ બેસી જાવ સાકળ ન થાય જેથી હું અંદરની સાઇડ બેસી ગયેલ અને બાદમાં થોડે આગળ ગેલેક્ષી હોટલ પાસે પહોંચતા આ ઓટો રીક્ષા ચાલકે કહેલ કે રીક્ષામાં સકળાય થાય છે તમે અહીયા ઉતરી જાવ એમ કહેતા મે કહેલ કે મને જ્યાંથી બેસાડેલ ત્યા ઉતારી જાવ એમ કહેતા આ રીક્ષા ચાલક મને ત્રીકોણબાગ પાસે સીટી બસના બસ સ્ટોપ પાસે ઉતારેલ હતો.
જે બાદ રીક્ષા માથી મારા થેલા ઉતારી અને મારા પેન્ટ ના ખીસ્સામાં રાખેલ રૂપીયા 30 હજાર જે હું કુંભણથી મારી ખેતીવાડીનો હીસાબ લઇને આવેલ તે તે જોવામાં આવેલ નહીં અને રીક્ષા વાળો પણ ત્યાંથી સ્પીડ માં નીકળી ગયેલ હતો. જે રૂપીયા હું રીક્ષામાં બેસેલ બાદમાં સાથે બેસેલા અન્ય શખ્સોએ ચોરી કરી નાશી છૂટ્યા હતાં. જે અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પીએસઆઇ ટી ડી ચુડાસમા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે રૂપિયાની તફડન્ચી કરનાર શખ્સોની શોધખોળ આદરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.