જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓની ફાયર સેફ્ટી તાલીમ યોજાઈ - At This Time

જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓની ફાયર સેફ્ટી તાલીમ યોજાઈ


જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓની ફાયર સેફ્ટી તાલીમ યોજાઈ
******
ફાયર સેફ્ટી ખુબ મહત્વની બાબત હોઇ આ તાલીમની ગંભીરતા સમજી જિલ્લાના અધિકારીઓને જવાબદારી પૂર્વક કામ કરવા જણાવતા જિલ્લા કલેક્ટર શ્રી ડો. રતનકુંવર ગઢવીચારણ
*******
સાબરકાંઠા જિલ્લામાં કલેકટર શ્રી ડો. રતનકુંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓની ફાયર સેફટી તાલીમ યોજાઈ. રિજીયોનલ ફાયર સેફ્ટી અધિકારી શ્રી હિમાંશભાઈએ તાલીમ આપી હતી.
આ તાલીમમાં જિલ્લા કલેકટર શ્રી એ અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, ફાયર સેફટી તેના એક્ટ અને સર્ટિફિકેશન એનઓસી વગેરે બાબતો ખૂબ જ મહત્વની અને જરૂરી હોય તમામ અધિકારીઓ આ વસ્તુને ખૂબ જ મહત્વ આપી પોતાની ધાબાની કચેરીઓમાં તેમજ વિવિધ પબ્લિક પ્લેસ ઉપર ફાયર એનઓસી ફાયર સેફટી ને લગતા સાધનો વગેરે બાબતોની ચકાસણી ખૂબ જ ધ્યાનપૂર્વક કરે. આ બાબતે કોઈપણ લાપરવાની કે ચૂક ગ્રાહ્ય ગણાશે નહીં ભૂતકાળમાં બનેલ ઘટનાઓ પરથી શીખ લઈ આવનારા સમયમાં આવા કોઈ બનાવ બની નહીં તે જોવાની જવાબદારી વહીવટી વિભાગની છે. માનવ જીવન અમૂલ્ય છે તેનું મહત્વ આપણી સમજવું જોઈએ સૌએ સાથે મળી આ બાબતની ખૂબ જ ગંભીરતા પૂર્વક લઈ કામગીરી કરીએ તે ખૂબ જ મહત્વનું અને જરૂરી છે.
ભૂતકાળમાં બનેલા સુરત અને રાજકોટના ભયાવહ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર એન.ઓ.સી બાબતે સરકારના તમામ વિભાગો ખૂબ જ સક્રિય બન્યા છે. કોઈ એક વ્યક્તિ કે વિભાગની ભૂલના કારણે નિર્દોષ લોકોના અમૂલ્ય જીવન નષ્ટ ન થવા જોઈએ. એવા ઉમદા આશયથી જિલ્લાના તમામ અધિકારીઓએ ફાયર સેફટી અંતર્ગત તાલીમ લઈ વિવિધ બિલ્ડીંગો, જી.આઇ.ડી.સી, સરકારી આવાસો, શાળા, કોલેજો, મેડિકલ કોલેજ, હોસ્પીટલ, આરોગ્ય વિભાગના બિલ્ડીંગો કે જ્યાં વધુ લોકોની અવરજવર હોય તેવા સ્થળોએ ફાયર એનઓસી લેવી ફરજીયાત હોય તેના વિવિધ એક્ટની જાણકારી આપવામાં આવી હતી.
આ તાલીમમાં અધિક નિવાસી કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, તમામ પ્રાંત શ્રી, શિક્ષણ, આરોગ્ય, પોલીસ, આર.એન.બી, યુ.ઝી.વી.સી.એલ., એસ.ટી., સામાજીક સુરક્ષા સહિત તમામ વિભાગના વડાઓએ આ તાલીમ લીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.