નખત્રાણા ગૌસેવા કેન્દ્રમાં ગૌવંશના અરેરાટીભર્યા મોતના ફોટા વાઈરલ - At This Time

નખત્રાણા ગૌસેવા કેન્દ્રમાં ગૌવંશના અરેરાટીભર્યા મોતના ફોટા વાઈરલ


ભુજ,શનિવારનખત્રાણા ગૌસેવા કેન્દ્ર માં ગૌવંશની દયનીય હાલત થવાના કારણે દૈનિક મોટી સંખ્યામાં ગૌવંશ ટપોટપ મરી રહ્યાં હોવા છતાં સંચાલકો તરફાથી તકેદારીના કોઈ પગલાં લેવામાં ન આવતાં ગૌ પ્રેમીઓમાં આક્રોશ ફેલાઇ રહ્યો છે. કહેવાતા ગૌ સેવા કેન્દ્ર માં ચાલતા લોલમલોલાથી તંત્ર પણ વાકેફ હોવા છતાં ખમતીધર લોકો સંચાલનમાં હોવાથી રાજકીય માંધાતાઓના પીઠબળ ના કારણે તંત્ર પણ લાચાર બની પ્રેક્ષક બનીને માત્ર તમાશો જોઇ રહ્યા હોવાની છાપ જોવા મળી રહી છે.ચારેક દિવસ અગાઉ ગૌ સેવા કેન્દ્રમાં ગૌવંશ ની દયનીય હાલત તેમજ જીવિત ગૌવંશ ની વચ્ચે મૃત ગૌવંશ ના દિવસોથી હાડપિંજર પડયા હોવાના ફોટા તેમજ મૃત ગૌવંશ ના મૃતદેહ ના દિવસો જૂના કોહવાઈ ગયેલા મૃત શરીર ઉપર જંતુઓનો જમાવડો વાળા ફોટા અને વિડીયો વાયરલ થતાં ગૌ સેવા કેન્દ્ર ના સંચાલકો તુરત હરકતમાં આવીને મૃત ગૌવંશ ના હાડપિંજર ને સગેવગે કરીને તેમજ મૃતદેહોને તાત્કાલિક નિકાલ કરીને સફાઈ કરાવીને કાંઈ પણ અઘટિત ન બન્યો હોવાના આભાસી ચિત્ર રજૂ કરી દેવામાં સફળ થઇ ગયા હતા. એક ગૌ પ્રેમીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું, કે વર્ષોથી એક હથૃથુ રીતે ગૌ સેવા કેન્દ્ર ચલાવતા ટ્રસ્ટીઓના સંચાલન સામે સતત આક્ષેપો પણ થઈ રહ્યા છે. ગત વર્ષે પણ કેટલાક પ્રેમીઓએ ઓચિંતી મુલાકાત લઇને, ગૌ સેવા કેન્દ્ર ની ક્ષતિઓને ધ્યાન દોરીને, ગૌવંશની નિ સહાય હાલત અને ગૌવંશ ના મૃત્યુ માટે જવાબદાર બાબતે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પણ રાજકીય માંધાતાઓ ના આશીર્વાદાથી ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું હતું. આ વર્ષે પણ સંખ્યાબંધ ગૌ વંશ ના મૃત્યુ થઈ ગયા છે વરસાદી વાતાવરણ, કુપોષિતતા ,બીમારીથી અને ભૂખમરા થી ગૌવંશ ના મૃત્યુ પાછળ ગૌ સેવા કેન્દ્ર ના જવાબદાર વ્યક્તિઓની મનમાની અને અણ આવડત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.આંતરિક સૂત્રોમાંથી વિગતો મુજબ વર્ષો અગાઉ ગૌવંશને વેચી  દેવામાં આવ્યા હોવા ના નામ જોગ આક્ષેપો થતાં નખત્રાણા ગૌ સેવા કેન્દ્ર શંકા ના દાયરામાં આવી ચૂક્યું છે. તંત્ર આ બાધી બાબતોથી વાકેફ હોવા છતાં કયા કારણોસર ગૌ સેવા કેન્દ્ર સામે કામગીરી નાથી કરી રહ્યું તે એક સણસણતો સવાલ છે જેનું જવાબ ગૌપ્રેમીઓ માંગી રહ્યા છે.સંચાલન કરનાર લોકો પૈસો ,પાવર ,કૂટનીતિ અને રાજકીય માંધાતાઓ ના સહકાર ના કારણે મનફાવે તેવી રીતે સંચાલન કરવામાં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વિરોધ કરનાર લોકોને યેનકેન પ્રકારે સાચવી લેવામાં આવે છે. પણ ગૌવંશ અસહાય હાલત માં મરવાના વાંકે જીવી રહ્યું હોવાનું તસવીરો પર થી સપસ્ટ થાય છે. આૃધાધ મળતી સરકારી સહાય ,દાતાઓના લાખો રૃપિયા નું દાન છતાંય ગૌવંશ ના મૃત્યુ થવા પાછળ શેની ઘેલછા હશે એ મોટો પ્રશ્ન છે.  ગૌ સેવા કેન્દ્ર કરતા રખડિયાત પશુને સારી રીતે મૃત્યુ મળે છે.જ્યારે ગૌ સેવા કેન્દ્ર માં ગૌવંશ રિબાઈ રિબાઈને મરવા માટે મજબુર બની ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.