બાલાસિનોર તાલુકામાંમાં “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત “એક તારીખ, એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો. - At This Time

બાલાસિનોર તાલુકામાંમાં “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત “એક તારીખ, એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો.


બાલાસિનોર તાલુકાના રૈયોલી મ્યુઝિયમ ખાતે "એક તારીખ, એક કલાક" સૂત્ર સાથે બાલાસિનોર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ ની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો.

બાલાસિનોર તાલુકાના રૈયોલી મ્યુઝિયમ ખાતે "એક તારીખ, એક કલાક" સૂત્ર સાથે બાલાસિનોર પ્રાંત ઓફિસર હિરેન ચૌહાણ ,બાલાસિનોર મામલતદાર ધવલ મદાત, તાલુકા વિકાસ અધિકારી નિધિરાજ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાંત ઓફિસર દ્વારા રૈયલી મ્યુઝિયમ ની બહાર સાફ સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.
આ પ્રસંગે પ્રાંત ઓફિસર હિરેન ચૌહાણ દ્વારા જણાવ્યું હતું કે , સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર 2023 ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ "એક તારીખ એક કલાક" સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, દરેક નાગરિકે પોતાની નૈતિક ફરજ સમજી ઘરનું આંગણું ,શેરી,ગામ,રોડ,રસ્તા સ્વચ્છ રાખીશું તો આખો દેશ આપોઆપ સ્વચ્છ થઈ જશે.'Garbage free India'ની થીમ સાથે ગામો કચરા મુક્ત બને તે માટે એક તારીખ, એક કલાક અન્વયે મહાશ્રમદાન કરી સમગ્ર ગામના જાહેર સ્થળો કે જ્યાં કચરો નાખવામાં આવતો હોય તેવી જગ્યાઓને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવેલ છે.
"સ્વચ્છતા હી સેવા-2023" કાર્યક્રમમાં બાલાસિનોર પ્રાંત ઓફિસર હિરેન ચૌહાણ, મામલતદાર બાલાસિનો ર ધવલ મદાત, તાલુકા વિકાસ અધિકારી નિધિરાજ મહીસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન, રૈયોલી ગ્રામ પંચાયત સરપંચ ગીતાબેન રૈયોલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી કલ્પનાબેન મહેરા તેમજ ગ્રામ પંચાયતના સભ્ય શ્રીઓ સહિત ગ્રામજનો જોડાયા હતા.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image