મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વધુ એક મહત્વપૂર્ણ નિર્ણયને આવકારતાં જસદણ ભાજપ આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયા - At This Time

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વધુ એક મહત્વપૂર્ણ નિર્ણયને આવકારતાં જસદણ ભાજપ આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયા


રોડરસ્તાના કામો માટે ધારાસભ્યદીઠ રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટને આપી મંજૂરી

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડ રસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે તેમનાં આ નિર્ણયને જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અને ભાજપના સક્રિય આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયા એ આવકારી અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનો આ નિર્ણય પ્રજાને રાહત અપાવશે
મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના નવા રોડ, જૂના રસ્તાઓના રિસરફેસિંગ, જે વિસ્તારમાં ડામર રોડ કે કોંક્રિટ રોડ બનાવી શકાય તેમ ન હોય તેવા રસ્તાઓ પર પેવર બ્લોકની કામગીરી કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. મુખ્યમંત્રી એ શહેરી વિકાસ વિભાગની આ ગ્રાન્ટ ઉપરાંત આવા કામો માટે માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટમાંથી ધારાસભ્યદીઠ વધારાની બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને આ હેતુસર કુલ 86 કરોડ રૂપિયા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ શહેરીજન સુખાકારીની વૃદ્ધિ કરતા નિર્ણયને પરિણામે મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું ત્વરાએ મરામત કાર્ય હાથ ધરી શકાશે. એટલું જ નહીં, માર્ગોની સુધારણા, મજબૂતીકરણને પરિણામે અર્બન મોબોલિટીમાં પણ સુગમતા રહેશે. મહાનગરપાલિકાઓએ સંબંધિત ધારાસભ્ય ઓના પરામર્શમાં રહીને આ ગ્રાન્ટમાંથી કામો હાથ ધરવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.