જેતપુર ડીપસી પાઈપલાઈન પ્રોજેક્ટ રદ કરવા વેરાવળ ખારવા સમાજ તેમજ બોટ એસોસિયેશન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આજ રોજ વેરાવળ ખાતે તા. ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના ઉપ પ્રમુખ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને જેતપુર ડીપસી પાઈપલાઈન પ્રોજેક્ટ રદ કરવા વેરાવળ સમસ્ત ખારવા સમાજ તેમજ વેરાવળ બોટ એસોસિયેશન તેમજ વેરાવળ હોડી એસોસિયેશન દ્વારા વેરાવળ નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટની કચેરી એ કલેકટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
તેમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના ઉપ પ્રમુખ જીતુભાઈ કુહાડા, ઉપ પટેલ બાબુભાઇ આગિયા, મંત્રી નારણભાઇ બાંડીયા, તથા આગેવાન શ્રીઓ, વેરાવળ બોટ એસોસિયેશન પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી, ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા, તથા આગેવાન શ્રીઓ, તેમજ વેરાવળ હોડી એસોસિયેશન પ્રમુખ હીરાભાઈ વધાવી, તથા તમામ સભ્યો, તેમજ બહોળી સંખ્યામાં તમામ માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.