ચોપાટી પર છત્રી પ્રકારની બેઠક વ્યવસ્થા બની જોખમી
પોરબંદરની ચોપાટી ફરવાલાયક છે અને તેના કારણે માત્ર સ્થાનિક પોરબંદરવાસીઓ જ નહી, પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં ફરવા માટે ખેંચાઈ આવે છે, આ ચોપાટી પર કેટલાક વર્ષો પહેલાં તંત્ર દ્વારા છત્રી પ્રકારની બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી હતી અને તે ચોપાટીની રમણીયતા અને સુંદરતામાં વધારો કરતી હતી.પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે જર્જરીત બની ગઈ છે.જેના કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતા રહેલી છે. આ છત્રીઓની બેઠક વ્યવસ્થા ત્રણેય ઋતુઓમાં ચોપાટી પર ફરવા આવતા પ્રવાસીઓને ઉપયોગી બને છે.ચોમાસામાં વધુ વરસાદ હોય ત્યારે ત્યાં લોકો આશરો લે છે તો ઉનાળામાં તડકાથી બચવા માટે ત્યાં આરામ ફરમાવતા સહેલાણીઓ નજરે ચડે છે.શિયાળાની કડકડતી ઠંડીમાં પણ છત્રીઓ હુંફ આપે છે.તેથી જર્જરીત બની ગયેલી આ બેઠક વ્યવસ્થાનું તંત્રએ વહેલીતકે સમારકામ કરાવવું જરૂરી બન્યું છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.