ધંધુકા માંથી પસાર થતી કેનાલ માં વારંવાર બનતી દુર્ઘટનાને ધ્યાને લઈને ધંધુકા ના ધારાસભ્ય રાજેશ ગોહિલે તાત્કાલિક ધોરણે કાર્યપાલક ઈજનેયર ને રજૂઆત કરી.
ધંધુકા માંથી પસાર થતી કેનાલ માં વારંવાર બનતી દુર્ઘટનાને ધ્યાને લઈને ધંધુકા ના ધારાસભ્ય રાજેશ ગોહિલે તાત્કાલિક ધોરણે કાર્યપાલક ઈજનેયર ને રજૂઆત કરી.
નર્મદા કેનાલ ઉપર રોડ ક્રોસિંગ ઉપર સુરક્ષા વધારવા ઉપરોક્ત ધંધુકા તાલુકા તથા બરવાળા તાલુકામાંથી વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ પસાર થાય છે . રોડ ક્રોસ કરવા માટે પુલ બનાવવામાં આવેલ છે . જેની બાજુમાં તથા અન્ય જગ્યાઓ ઉપર કેનાલમાં ઉતરવા માટે પગથિયાં મુકવામાં આવેલ છે . જે પગથિયાની બંને સાઈડ તથા કેનાલની અંદર લોખંડના ગ્રીલ મૂકવામાં આવે તો પકડીને ઉતરી શકાય તથા કોઠડીયા બ્રિજ બાજુ સુરક્ષા માટે લોખંડની જાળી મુકવામાં આવે અને અમુક અમુક અંતરે કેનાલની બંને સાઈડ લાંબી કરી અંદરની સાઈડ સાંકળ લટકાવવામાં આવે તો પણ અકસ્માત અટકાવી શકાય અને તમામ જગ્યાએ ભય જનક બોર્ડ લગાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે . જે બાબતે ઘટતું કરવા અને કરેલ કાર્યવાહી ની જાણ કરવા ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે કાર્યપાલક ઈજનેયર ને રજુઆત કરવામાં આવી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.