ગરબાડા નગરમાં પોલીસનો સપાટો દબાણ કરતા હાથ લારીવાળા તેમજ દુકાનદારો સામે કાર્યવાહી…
ગરબાડા પોલીસ દ્વારા સરકારી જગ્યા ઉપર દબાણ ન કરવા માટે અપીલ દબાણ કરતાં પકડશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે
ગરબાડા નગરમાં ભાભર ચોકડી થી લઇ કુંભારવાડ સહિત જુદા જુદા વિસ્તારોમાં દબાણ કરતાં દુકાનદારો તેમજ લારી ગલ્લા વાળા ઉપર ગરબાડા પોલીસે સપાટો બોલાવ્યો હતો.. મળતી વિગતો અનુસાર અગાઉ પંચાયત દ્વારા જાહેર રોડ ઉપર દબાણ કરી દુકાનો લગાવી છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને રસ્તે થી પસાર થતાં વાહન ચાલકો તેમજ મુસાફરોને વેઠવાનો વારો આવતો હોય છે ક્યારે આજે ગરબાડા પોલીસ મથકના પી.એસ
આઇ જે.એલ પટેલ તેમજ પોલીસ ટીમ દ્વારા ગરબાડા નગરમાં ભાભરા ચોકડી થી લઈને કુંભારવાડ સહિત વિસ્તારોમાં હાથ લારી ,ગલ્લા ,રસ્તા વચ્ચે પાર્ક કરતા રીક્ષા ચાલકો તેમજ દબાણ કરતાં દુકાનદારો સામે નોટિસ આપી અને દબાણ કરતાં સામે કાર્યવાહી હાથ ધરી હતી તેમજ રસ્તા વચ્ચે અડચણરૂપ બની ઉભેલ રિક્ષા ચાલકોને આરટીઓનો મેમો આપવામાં આવ્યો હતો તેમજ દુકાનદારો તથા હાથલારી વાળા વેપારીઓને સરકારી જગ્યામાં દબાણ ન કરવા માટે સૂચના આપી હતી ગરબાડા નગરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરાતા દબાણ કરતાં લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ગરબાડા પોલીસ મથકના પીએસઆઈની આ કામગીરીની સૌ નગરજનોએ પ્રસંશા કરી હતી અને દબાણ હટાવવા અપીલ કરી હતી.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.