*દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઇસમને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

*દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઇસમને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ


*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ* તથા *પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે* ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સબબ પેરોલ ફર્લો સ્કવોડના ઇ.ચા. પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા કર્મચારીઓને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ હથિયારને લગતાં કેસો શોધી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, અદનાન ઉર્ફે બાદશાહ અસ્લમભાઇ મકવા રહે.પ્રગતિનગર, ભરતનગર, ભાવનગર વાળો તેના પેન્ટના નેફામાં દેશી પિસ્ટલ જેવુ હથીયાર રાખી ભાવનગર શહેર, મેધાણી સર્કલ, સાંઇબાબાના મંદીર સામે રોડ ઉપર ઉભો છે. આ બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના માણસ ગેરકાયદેસર રાખેલ નીચે મુજબના વર્ણનવાળા હથિયાર સાથે મળી આવેલ. તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.

*પકડાયેલ આરોપીઃ-*
અદનાન ઉર્ફે બાદશાહ અસ્લમભાઇ મકવા ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે.પ્લોટ નં.૫૦૭૦, એલ.આઇ.જી.નં.૩૨૮, પ્રગતિનગર, ભરતનગર, રીંગ રોડ, ભાવનગર

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
દેશી બનાવટની લોખંડની ધાતુની સિલ્વર મેટલ(ક્રોમ) જેવા કલરની પિસ્ટલ *કિ.રૂ.૧૦,૬૦૦/-નો મુદ્દામાલ*

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં ભૈપાલસિંહ ચુડાસમા, અરવિંદભાઇ મકવાણા, ચંદ્દસિંહ વાળા, મજીદભાઇ શમા, સત્યજીતસિંહ ચુડાસમા, સંજયસિંહ ઝાલા, નિલમબેન મકવાણા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.