ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત શહેરા ખાતે તાલુકાકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
પંચમહાલ,
બુધવાર :- ગુજરાતના છેવાડાના ગામડાઓમાં કે અન્ય વિસ્તારોમાં રહેતા ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે અને તેઓ તાલુકાકક્ષાએથી ખેલકુદમાં આગળ વધે અને જિલ્લા, રાજ્ય કક્ષાએ વધીને રાજ્ય અને દેશનું ગૌરવ વધારે તે હેતુથી દર વર્ષે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી લઈને વિવિધ વયજૂથના ખેલાડીઓ ભાગ લે છે.
જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં તાલુકાકક્ષાના ખેલ મહાકુંભ 3.0 નો પ્રારંભ શ્રીમતી.એસ.જે.દવે.હાઈસ્કુલ ખાતેથી કરવામાં આવ્યો હતો. જેના પ્રથમ અને બીજા દિવસો દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં/રમતોમા મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં આગળના દિવસે ચેસ, રસ્સાખેંચ, વોલીબોલ, યોગાસન સહિતની રમતો રમાડવામાં આવી હતી અને બીજા દિવસે કબડ્ડી સ્પર્ધા રાખવામા આવી હતી. તમામ રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ તકે તાલુકાકક્ષાની રમતમાં જીતેલા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસગે શિક્ષકો, તાલુકા ખેલમહાકુંભના સંયોજક અમિષભાઈ દવે સહિત શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ વયજૂથના ખેલાડીઓ હાજર રહ્યાં હતાં.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.