ધંધુકા પડાણા વચ્ચે નવીન બનેલા રોડ ની હલકી કક્ષાની કામગીરી મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત
ધંધુકા પડાણા વચ્ચે નવીન બનેલા રોડ ની હલકી કક્ષાની કામગીરી મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પડાણા ગામનો રોડ હજુ બે મહિના પહેલા જ નવો બનાવવામાં આવ્યો છે પરંતુ આ રોડની કામગીરી મા મટીરીયલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
મળતી વિગત અનુસાર ધંધુકા પડાણા વચ્ચે નવીન ડામર રોડ હજુ બે મહિના પહેલા બનાવવામાં આવ્યો છે પરંતુ આ રોડની બંને સાઈડ નિયમ મુજબ માટીકામ કરવામાં આવ્યું નથી તથા રોડની સાઈડમાં ઠેર ઠેર તિરાડો જોવા મળી રહી છે એટલું જ નહીં આ રોડ ઉપર કોઈ પણ બોર્ડ કે કિલોમીટર દર્શાવતા ખૂંટ પણ લગાવવામાં આવ્યા નથી.માત્ર ટૂંકા ગાળામાં જ નવા રોડ અંગે હલકી કક્ષાની કામગીરી થયાના આક્ષેપ સાથે ધંધુકા તાલુકા પંચાયત ના પૂર્વ સદસ્ય સુલેમાન ભાઈ કોઠારીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગ સહિતના જવાબદાર તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રિપોર્ટર : સી કે બારડ
મો. : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.