સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર.ટી.ઓ.માં હવે એ.આઈ. વિડીયો એનાલિસીસ ડ્રાઈવિંગ ટેસ્ટ કરવામાં આવશે
(રિપોર્ટર સદ્દામ મનસુરી)
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર.ટી.ઓ. કચેરીઓમાં હવે લાયસન્સ ના ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એ.આઈ. વિડીયો એનાલીસીસ કરવામાં આવશે. ડ્રાઈવિંગ ટ્રેક પર ૧૮ જેટલા સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવામાં આવશે અને સાથે રિવર્સ મૂવમેન્ટ પણ જોઈ શકાશે. છેલ્લા કેટલાક સમયથી ડ્રાઈવિંગ લાયસન્સની સમસ્યાને કારણે વારંવાર ટેકનોલોજીની ખામીના કારણે ટેસ્ટ આપનારા ચાલકો નાપાસ થતા હોવાથી હવે આવનારા સમયમાં એ.આઈ. વિડીયો એનાલીસીસ ડ્રાઈવિંગ ટેસ્ટ સાથે ડ્રાઈવિંગ ટ્રેક પર સી.સી.ટી.વી.કેમેરા લગાવવાની તૈયારીઓ કરવામા આવી છે.છેલ્લા કેટલાક સમયથી આર.ટી.ઓ. કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેવાની પુષ્કળ ફરિયાદો વધી છે. ત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ગ્રાઉન્ડ સેન્સર્સ બેઝ ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે પરંતુ હવે રાજ્ય સહિત સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની આર.ટી.ઓ. કચેરીઓમાં વિડીયો એનાલીટીક ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવશે. આ નવી ટેકનોલોજીમાં વ્હીકલની દરેક મુવમેન્ટ ડિટેક્ટ થશે. સમગ્ર રાજ્યની દરેક આર.ટી.ઓ. કચેરીઓમાં હવે ડ્રાઈવિંગટેસ્ટ માટે એ.આઈ. વિડીયો એનાલીસીસ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.