અમેરિકા ના ફ્લોરિડા સ્થિત પારેખ પરિવાર દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધાર્યા - At This Time

અમેરિકા ના ફ્લોરિડા સ્થિત પારેખ પરિવાર દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધાર્યા


અમેરિકા ના ફ્લોરિડા સ્થિત પારેખ પરિવાર દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધાર્યા

દામનગર શહેર ની ધરોહર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધાર્યા અમેરિકા ના ફ્લોરિડા સ્થિત ભાસ્કરભાઈ પારેખ પરિવાર પુત્રી રત્ન રૂપલબેન પુત્ર રત્ન કેતનભાઈ એ સાહિત્ય જગત ની શાન ગણાતી સંસ્થા ની મુલાકાત લઈ ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો વ્યવસ્થા સ્વચ્છતા અને વિવિધ પ્રવૃતિ થી અવગત થયા હતા સંસ્થા માં પધારેલ એન આર આઈ પરિવારે સમગ્ર ટ્રસ્ટી મંડળ પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા બાબુભાઇ મકવાણા વજુભાઇ રૂપાધડા ભરતભાઇ ભટ્ટ રાજુભાઈ મસરાણી વસંતભાઈ ડોબરીયા મનસુખભાઇ નારોલા કોશિકભાઈ બોરીચા રાજુભાઇ ચુડાસમાં ડો મોહિતભાઈ વાઢેર જયતિભાઈ નારોલા બટુકભાઈ શિયાણી રજનીભાઇ ધોળકિયા રાજુભાઇ કનાડીયા સહિત ના ટ્રસ્ટી ઓ કર્મચારી ગણેશભાઈ નારોલા રાજુભાઇ પંડયા ની બેનમૂન સેવા ની બિરદાવી હતી અમેરિકા ના ફ્લોરિડા સ્થિત એન આર આઈ પરિવારે પુસ્તકાલય માં પધારતા સંસ્થા દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો મંત્રી નટુભાઈ ભાતિયા સહિત ના ટ્રસ્ટી શ્રી ઓ કર્મચારી ઓ એ સંસ્થા દ્વારા થતી અનેક વિધ સેવા રચનાત્મક પ્રવૃત્તિ ઓથી મહામુભવો ને અવગત કર્યા હતા સ્પર્ધાત્મક પરિક્ષાર્થી નોકરી ની તૈયારી કરતા વાંચકો વિદ્યાર્થી સાથે અંગ્રેજી માં પ્રશ્નોતરી કરી હતી મહિલા પુસ્તકાલય વિભાગ મીનાબેન મકવાણા દ્વારા દ્વારા હુન્નર કૌશલ્ય ની પ્રવૃત્તિ નિહાળી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી આ મુલાકાત દરમ્યાન સ્થાનિક અગ્રણી સંજયભાઈ તન્ના પણ જોડાયા હતા સદી પૂર્વે ના આઉટ ઓફ પ્રિન્ટ અપ્રાપ્ય દુર્લભ પુસ્તકો સહિત અનેક વિશેષતા ઓ જાણી અભિભૂત થયા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.