ભાભર વાવ અને સુઈગામના વિસ્તારોમાં નશીલી દવાઓનું બે-રોકટોક વેચાણ. - At This Time

ભાભર વાવ અને સુઈગામના વિસ્તારોમાં નશીલી દવાઓનું બે-રોકટોક વેચાણ.


બનાસકાંઠાના છેવાડાના તાલુકાઓ વાવ, સુઈગામ સહિત ગામડાઓમાં નશીલી દવાઓનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે ભાભર શહેરમાં નશીલી દવાઓ,ગોળીઓ,ડ્રગ્સ ઈન્જેકશનો સહિતનું ધૂમ વેચાણ થાય છે, ભાભર આવેલી મેડિકલો દ્વારા આજુબાજુના ગામડાઓમાં પણ આવી અનેક નશીલી દવાઓનું સપ્લાય કરીને યુવાધનને બરબાદ કરવામાં આવી રહ્યું છે, ત્યારે નશીલી દવાઓના હબ ગણાતા ભાભર શહેર સહિત સરહદી વિસ્તારના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરી રહ્યા છે,તેવી લોકચર્ચાઓ થઈ રહી છે, ભાભર શહેરની મેડિકલોમાં વેચાણ કરવામાં આવતી 5નંબર,028કારબન, Gગોળી, 10નંબર, નશાના ઇન્જેક્શન સહિત ની અનેક નશીલી દવાઓનો વેપલો કરતા તત્વો સામે જવાબદાર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી વાવ,સુઈગામના સરહદી વિસ્તાર ના તેમજ ભાભર તાલુકાના ગામડાઓના યુવાધનને નશાની લતમાં અવળે રવાડે ચડતા બચાવી લેવા અને ભારતના ભવિષ્ય એવા યુવાધનની જિંદગી સાથે ખીલવાડ કરી રૂપિયા કમાતા ભારતના ભવિષ્ય વિરોધી તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ સાથે જવાબદાર તંત્ર પર હપ્તારાજના આક્ષેપોની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.
જીતેન્દ્રસિંહ ઝાલા-બનાસકાંઠા
મો.૯૯૦૪૦૨૩૮૬૨


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.