આણંદમાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓને ઘરેલું હિંસા સામે રક્ષણના કાયદા અને મહિલા સ્વાલંબન યોજના અંગે માહિતગાર કરાઈ
આણંદ મહિલા અને બાળ અધિકારીની વિભાગ આણંદ દ્વારા મહિલા જાગૃતિ અને ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-2005 અંતર્ગત માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ દ્વારા મહિલાઓને સક્ષમ અને સશક્ત બનાવવા માટે સરકારની વિવિધ યોજનાકીય માહિતી આપી હતી.નગરપાલિકાના ઉપપ્રમુખ છાયાબા ઝાલા દ્વારા મહિલાલક્ષી કાયદાઓ દરેક જરૂરિયાતમંદ પીડિત મહિલા સુધી પહોંચે અને જરૂરી મદદ મળી રહે તે જોવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી આવેલ એડવોકેટ નીલ શાહ દ્વારા ઘરેલું હિંસા કોને કહેવામાં આવે છે ? આ કાયદા હેઠળ કોણ મદદ કરી શકે ? પીડિત મહિલાને સુરક્ષા, રહેઠાણ, નાણાંકીય રાહત અને ભરણપોષણ, બાળકનો કબજો, વળતર અને વચગાળાના હુકમ તથા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અંગેના કાયદાની વિસ્તૃત માહિતી તથા દહેજ પ્રતિબંધક અધિનિયમ 1961 અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.સાયબર સેલ ખાતેથી આવેલ એ.એસ.આઇ મુસ્તકીનભાઈ દ્વારા સાઇબર ક્રાઇમ થવાના કારણો અને તે ના થાય માટે રાખવાની થતી તકેદારી અંગે સમજ આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.