જિલ્લા આરોગ્ય શાખા બોટાદમાં ધી.પી.સી એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત જિલ્લાકક્ષાએ જિલ્લા એડવાઇઝરી કમિટી કાર્યરત છે. જેની જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી - At This Time

જિલ્લા આરોગ્ય શાખા બોટાદમાં ધી.પી.સી એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત જિલ્લાકક્ષાએ જિલ્લા એડવાઇઝરી કમિટી કાર્યરત છે. જેની જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી


(અસરફ જાંગડ દ્વારા)
જેમાં કલેક્ટર દ્વારા જિલ્લામાં જાતિ પરિક્ષણ અને ગેરકાયદેસર રીતે થતા ગર્ભપાત અટકાવવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. તેમજ પ્રતિષેધ જાતિ પસંદગી અધિનિયમ ૧૯૯૪ (The P.C. & P.N.D.T. Act-1994)તળે રજીસ્ટ્રેશન ધરાવતા કે અનઅધિકૃત (રજીસ્ટ્રેશન ન ધરાવતા) હોય અને જાતિ પસંદગી (SEX SELECTION) કરતા તબીબો સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરેન્સ હોલ ખાતે મળેલી બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા સબડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી, તાલુકા હેલ્થ ઓફીસર બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર તેમજ આરોગ્યશાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.