ગ્રામ્યપંથકમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ - At This Time

ગ્રામ્યપંથકમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે.જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જુદી-જુદી કામગીરી કરવામાં આવી રહી છે.સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ ઝુંબેશ અંતર્ગત પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તાની સફાઈ, ગામના ચોરાની સફાઈ, જાહેર સ્થળો તેમજ આંગણવાડી સહિતના સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સફાઈ બાદ એકઠો થયેલ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.