ભગવતીપરાના હિસ્ટ્રીસીટર રાઉમા બંધુઓએ ખાણી-પીણીના ધંધાર્થીને છરીના ઘા ઝીંક્યા : હાલત ગંભીર
ભગવતીપરાના હિસ્ટ્રીસીટર રાઉમા બંધુઓએ ખાણી-પીણીના ધંધાર્થીને છરીના ઘા ઝીંકી વેપારીના પરીવારને ઢોર મારમાર્યો હતો. બનાવમાં હુમલાખોર ચાર ભાઈઓએ કરેલ છરીના ઘા માં યુવાનને આંતરડા બહાર કાઢી નાંખતા સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે ભગવતીપરા શેરી નં-09 માં રહેતાં મીહિરભાઈ જગદિશભાઈ વાઘેલા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સિકંદર રાઉમા, અફઝલ રાઉમા, દરેડ ઉર્ફે દલિયો રાઉમા અને સમીર રાઉમા (રહે. તમામ ભગવતીપરા શેરી નં.09) નું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે બીએનએસ એક્ટ 118(2), 115(2),352,54 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમના પિતા જગદિશભાઈ મંડપ સર્વિસનું કામ કરે છે. તે બે ભાઈમાં મોટો અને તે નાના ભાઈઆશિષ સાથે ભગવતીપરા મેઈન રોડ પર બ્રીજ ઉતરતા લેજંડ ઓફ પંજાબ નામની ચાઈનીજ-પજાબી ફાસ્ટ ફુડની દુકાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના સાડા અગીયારેક વાગ્યાની આસપાસ બંને ભાઈઓ ફાસ્ટ ફુડની દુકાને હાજર હતા અને તે દરમ્યાન ઘર પાસે તેમની માતા સોનલબેન બુમો પડતા બન્ને ભાઈઓ ઘરે ગયેલ તે દરમ્યાન તેમના પિતાએ જણાવેલ કે, યુવરાજ અને હું રાત્રીના અગીયારેક વાગ્યાની આસપાસ ભગવતીપરા આશાબાપીરની દરગાહ વાળા મેઈન રોડ પર કોઈના ઘરે દશામાના વ્રત હોવાથી મંડપ ફીટીંગ કરવા માટે ગયેલ હતા અને તે દરમ્યાન રસ્તામા સિકંદર રાઉમા, તેનો ભાઈ અફજલ રાઉમા, દરેડ ઉર્ફે દલીયો રાઉમા અને સમીર રાઉમા ચારેય ભાઈઓ ત્યા રસ્તામા બેઠા હતા.
તેમના પિતાએ વધુમાં જણાવ્યું કે, તેઓ મંડપની રીક્ષા લઈ ત્યા શેરીમાથી નીકળતા ચારેય કહેવા લાગેલ કે, તમારે અહિ શેરીમાથી રીક્ષા લઈ નહિ નીકળવાનુ તેમ કહી ચારેય ભાઈઓએ રીક્ષા રોકી તેમને અને યુવરાજને ઢીકાપાટુનો માર મારવા લાગતા ત્યાથી રીક્ષા લઈ ઘરે આવતા રહેલ હતાં.
તે વાત દરમિયાન જ સિકંદર રાઉમા અને તેના ત્રણ ભાઈઓ હાથમા છરી લઈ ઘર પાસે દોડી ઘસી આવેલ અને ત્યારે ફરીયાદી તેમના માતા-પિતા અને નાના ભાઈ સાથે ઘરની બહાર ઉભા હતા અને આ ચારેય ભાઈઓ તેમના પિતાને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં.
તેઓને છુટા પડાવવા વચ્ચે પડતા સિકંદર અને દરેડ ઉર્ફે દલિયો ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને તેમની માતા સોનલબેન તેમના પિતાને મારથી બચાવવા વચ્ચે પડતા સિંકદરે તેણીને પણ ઢીકા-પાટુ માર મારી ઢસડેલ અને બાદ તેમના નાના ભાઈને પણ સિકંદર, દરેડ ઉર્ફે દડીયો અને સમીરે પકડી રાખેલ અને અફજલે તેની પાસે રહેલ તિક્ષ્ણ ધારદાર છરીના પેટના ભાગમા ઘા મારી દેતા તેમના પેટમાથી લોહિ નીકળવા લાગેલ અને ત્યા લોકો એકઠાં થતાં ચારેય શખ્સો નાસી છૂટ્યા હતાં.
બાદમાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલ આશિષને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ એમ.આઈ.શેખ અને ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.