ફોટોગ્રાફરે વિકી કૌશલને પૂછ્યું,'ગુડ ન્યૂઝ' ક્યારે સંભળાવશો?:એક્ટરે કહ્યું, 'જ્યારે પણ હશે સૌથી પહેલાં હું તમને જ જાણ કરીશ' - At This Time

ફોટોગ્રાફરે વિકી કૌશલને પૂછ્યું,’ગુડ ન્યૂઝ’ ક્યારે સંભળાવશો?:એક્ટરે કહ્યું, ‘જ્યારે પણ હશે સૌથી પહેલાં હું તમને જ જાણ કરીશ’


એક્ટર વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક સ્ટારર ફિલ્મ 'બેડ ન્યૂઝ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. બેડ ન્યૂઝની સ્ટાર કાસ્ટ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન પાપારાઝીએ વિકીને પૂછ્યું કે તમારા તરફથી ગુડ ન્યુઝ ક્યારે આવશે? પાપારાઝીનો પ્રશ્ન સાંભળતાં જ વિકી હસવા લાગે છે. પાપારાઝીના સવાલનો જવાબ આપતાં હસતાં-હસતાં વિકીએ કહ્યું, 'જુઓ, જ્યારે ગુડ ન્યુઝ આવવાના હશે ત્યારે આવશે, પરંતુ જ્યારે આવશે સૌથી પહેલાં હું તમને જાણ કરીશ. હાલ તો અમે 'બેડ ન્યુઝ' લાવી રહ્યા છે તેમનો તમે આનંદ લો. જ્યારે તે વાળા ગુડ ન્યુઝ આવશે ત્યારે અમે કહેતા બિલકુલ શરમાશું નહીં.' ફિલ્મ 'બેડ ન્યૂઝ'નું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. ફિલ્મ 'બેડ ન્યૂઝ' તરુમ ડુડેજા અને ઈશિતા મોઈત્રાએ મળીને લખી છે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનનું સાહસ છે. આ ફિલ્મ 'ગડ ન્યૂઝ' ફિલ્મના મેકર્સ દ્વારા બનાવવામાં આવી છે જેમાં અક્ષય કુમાર, કરીના કપૂર, કિઆરા અડવાણી અને દિલજીત દોસાંજ જોવા મળ્યા હતા. છેલ્લી ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ મજેદાર અને ઈમોશનલ જર્નીનો જોરદાર ડોઝ જોવા મળશે. આ ફિલ્મમાં નેહા ધૂપિયાએ પણ લીડ રોલ નિભાવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.