ગંદા પાણીના મુદ્દે વોર્ડ નંબર પાંચની કચેરી ખાતે રહીશોનો મોરચો: કચેરીને તાળું મારી દેવાની ચીમકી
વડોદરા,તા.2 ઓગષ્ટ 2022,મંગળવાર વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો નો ઢગલો થઈ ગયો છે છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી ત્યારે આજે સવારે વોર્ડ નંબર 5 ના વિસ્તારોમાં ગંદા પાણીના મુદ્દે મોરચાએ અધિકારીઓ સમક્ષ ઉપગ્રહ રજૂઆતો કરી હતી જેમાં કચેરીને તાળાબંધી કરી દેવાની ચીમકી પણ આપી હતી. વડોદરા શહેરમાં પીવાનું ચોખ્ખું પાણી નહીં મળતા અનેક લોકોને પાણીના જગ વેચાણથી લેવા પડે તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે અનેક વિસ્તારોમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો રોજબરોજ કોર્પોરેશનના તંત્રને મળતી હોય છે પરંતુ તેનો કોઈ ઝડપથી ઉકેલ આવતો નથી જેથી રોગચાળો ફેલાતો રહે છે આ સામે અવારનવાર સ્થાનિક રહીશો ફરિયાદો કરતા રહે છે પરંતુ તંત્ર કોઈ પગલા ભરતું નથી.આજે સવારે વોર્ડ નંબર પાંચની કચેરીમાં જલારામ ચોક ભાથુજી ચોક ગણેશ મહોલ્લા કૃષ્ણ મહોલ્લા વગેરે વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા હલ કરવા ની માગણી સાથે સ્થાનિક રહીશોનો મોરચો પહોંચ્યો હતો જ્યાં હાજર એવા અધિકારીઓ સમક્ષ ઉપગ્રહ રજૂઆતો કરી હતી કે છેલ્લા કેટલાક મહિનાથી આ સમગ્ર વસાહતો માં ગંદા પાણી ની અનેક ફરિયાદો છે છતાં પણ તેનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. આ અંગે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને માટલા ફોડ કાર્યક્રમ અને ત્યારબાદ જરૂર પડે તો વોર્ડ નંબર પાંચની કચેરીને તાળા મારી દેવા અંગેની ચીમકી ઉચ્ચારી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.