શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા ચિંતન શીબીરનું આયોજન કરવામાં આવ્યુ - At This Time

શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા ચિંતન શીબીરનું આયોજન કરવામાં આવ્યુ


શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા ચિંતન શીબીરનું આયોજન કરવામાં આવ્યુ

શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા આયોજિત અને શ્રી આદર્શ બી.એડ્. કોલેજના યજમાનપદે તા.૨૯- ૧૦-૨૦૨૩ ના રોજ ચિંતન શીબીરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમની શુભશરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવતી હતી. ત્યાર બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથી વિશેષ અને કેળવણીકાર ચંદ્રકાંતભાઈ વ્યાસ તથા ભરતભાઈ આર્યા,ભાજપ બોટાદ જિલ્લા ભાજપ પ્રભારી,સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડીયા તથા સંસ્થાના તમામ આચાર્યઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. ત્યાર બાદ આવેલ તમામ મહેમાનોનું શાબ્દીક સ્વાગત પ્રાથમિક વિભાગના આચાર્ય ભીખાભાઈ સી.પટેલે કર્યુ હતું.આજનો શિક્ષક અર્ક,તર્ક અને મધુપર્ક અને વર્ગખંડના સંપર્કવાળો બને તેમજ તેનામાં નૈતિક ગુણોનો વિકાસ થાય,મુલ્યો પ્રસ્થાપિત થાય અને બાળક પ્રત્યે વિશેષ લાગણીશીલ બને અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં પોતાનો મહત્તમ ફાળો આપે તે વિષયક મુખ્ય વક્તા ચંદ્રકાંતભાઈ વ્યાસ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.ત્યાર બાદ કેળવણીકાર પ્રભુભાઈ ત્રાસડીયા દ્વારા શિક્ષણમાં ભારતીયકરણ શિર્ષકતળે પોતાનું વક્તવ્ય રસાળ શૈલીમાં આપ્યુ હતું.ત્યાર બાદ શીબીરના બીજા શેષનમાં એજયુકેશનલ ઈનોવેશન સંદર્ભે વર્ગખંડમાં બાળકને પ્રવૃત્તિમય શિક્ષણ કઈ કરી આપી શકાય તે સંદર્ભે ડૉ.આનંદ ગઢવી,મુકેશભાઈ પઢીયાર તથા ડૉ.નિશાબેન દુલેરાએ પોતાના વિચારો રજુ કર્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.એડ્.કોલેજના આચાર્ય તુષારભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ વિભાગના આચાર્યઓ,કો-ઓર્ડીનેટરશ્રીઓ, સુપરવાઈઝરોએ સુચારૂ વ્યવસ્થાપન કર્યું હતું.આ ઉપરાંત આદર્શ બી.એડ્.કોલેજના અધ્યાપકો અને તાલીમાર્થીઓ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગી બન્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.