જંગલેશ્વર વિસ્તારમાં 51 કિલો ગાંજા સાથે બેની ધરપકડ, આરોપી માદક પદાર્થ જાવેદ જુણેજા પાસેથી લાવ્યાની કબૂલાત - At This Time

જંગલેશ્વર વિસ્તારમાં 51 કિલો ગાંજા સાથે બેની ધરપકડ, આરોપી માદક પદાર્થ જાવેદ જુણેજા પાસેથી લાવ્યાની કબૂલાત


રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે ઈદના તહેવારની પૂર્વ સંધ્યાએ શહેર એસઓજી ટીમ દ્વારા એક મકાનમાં દરોડો પાડી 51 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બે શખસોને ઝડપી પાડ્યા છે. જેઓ જે જગ્યાએ રહેતા હતા તે ઓરડીના માલિક જાવેદ જુણેજા પાસેથી આ માદક પદાર્થ મેળવ્યાની હોવાની કબૂલાત આપતા પોલીસે ફરાર આરોપી જાવેદ જુણેજાની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા NDPSના બે કેસો કરવામાં આવ્યા છે. અને ચાલુ વર્ષ દરમિયાન 2024માં અત્યારસુધી કુલ 12 કેસ નોંધી માદક પદાર્થના પેડલરો સામે કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image