ગઢડા તાલુકાના ચીરોડા ગામેથી અપહરણ થયેલ બે ભોગ બનનારને ગણતરીના કલાકોમાં છોડાવી આરોપી વિરમભાઈ જાગાભાઈ ચાવડીયા, રામાભાઇ જાગાભાઈ ચાવડીયા અને દેવાભાઈ ઝાપડાને ધડપકડ કરતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ - At This Time

ગઢડા તાલુકાના ચીરોડા ગામેથી અપહરણ થયેલ બે ભોગ બનનારને ગણતરીના કલાકોમાં છોડાવી આરોપી વિરમભાઈ જાગાભાઈ ચાવડીયા, રામાભાઇ જાગાભાઈ ચાવડીયા અને દેવાભાઈ ઝાપડાને ધડપકડ કરતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ


(રિપોર્ટ અસરફ જાંગડ)
તા.૦૧/૦૪/૨૦૨૫ ના રોજ નાયબ પોલીસ અધિક્ષક, બોટાદ-વિભાગ બોટાદ નાઓ પોતાના હસ્તકની તપાસમા હતા દરમ્યાન ગઢડા તાલુકાના ચીરોડા ગામ પાસેથી પસાર થતા એક મહિલાએ રસ્તા પર આડા ઉતરી સરકારી વાહન રોકાવી ના.પો.અધિકારીને વાત કરેલ કે રાજકોટથી બે ઇકો ફોરવ્હીલર ગાડીમાં સાત માણસો આવેલ અને મારા પતિ અને મારા દિકરાને માર મારી અમને ધક્કા મારી તેઓનુ અપહરણ કરીને ઇકો ગાડીમા હમણા જ ગઢડા બાજુ ભાગી ગયેલ છે જેથી ના.પો.અધિ.એ આ બનાવની તત્કાલ જાણ તેમજ જરૂરી સુચના કરતા ગઢડા પો.સ્ટે.ના પો.ઇન્સ. જે.બી પંડિત નાઓએ પો.સ.ઇ. વી.વી.પંડયા તથા પો.સ.ઇ. જે.આર.હેરમાંનાઓની અલગ-અલગ ત્રણ ટીમો બનાવી જરૂરી સલાહ આપી તુરત જ રવાના થતા પોલીસની ટીમોએ હ્યુમન સોર્સ મારફતે જાણ થયેલ કે આ બંને ઇકો ગાડી બોટાદ તરફ ગયેલ છે જેથી આ અંગેની જાણ બોટાદ ટાઉન પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.વી.વસાવા તથા એલ.સી.બી. બોટાદના પો.ઇન્સ. એસ.જી.સોલંકી તથા ના પો.અધિકારી બોટાદ નાઓની પોલીસ ટીમ નાઓને જાણ કરતા તેઓ દ્વારા બોટાદ ટાઉનના જુદા-જુદા રસ્તાઓ પર નાકાબંધી કરતા બોટાદ ટાઉનની પોલીસ ટીમ દ્વારા એક ઇકો ફોરવ્હીલર ગાડી ઝડપી પાડેલ જેમા અપહરણ કરતા ત્રણ આરોપીઓ તથા અપહરણ થનાર ધુધાભાઇ કાબાભાઈ વણોદીયાને મુક્ત કરાવેલ અને બીજી ઇકો ફોરવ્હીલરમાં અન્ય આરોપીઓ રાહુલભાઈ ધુધાભાઇ વણોદીયાનું અપહરણ કરીને ગામડાઓના રસ્તાથી સાયલા તરફ ગયેલ હોવાની હ્યુમન તથા ટેક્નીકલ સોર્સથી માહિતી મળતા ગઢડા પોલીસ તથા બોટાદ ટાઉન પોલીસની ટીમ તેમનો પીછી કરતા અપહરણ કરતા ઓને કોઇપણ રીતે જાણ થતા તેઓ અપહરણ કરેલ ઇસમ રાહુલભાઇ વણોદીયાને સાયલા નજીક રોડ પર ઉતારી પોતે ભાગી જતા અપહરણ થનાર રાહુલભાઇ વણોદીયાને હસ્તગત કરી બંનેને ગઢડા પોલીસ સ્ટેશને સહી સલામત લાવી અપહરણ થનાર બંને ઇસમોની પ્રાથમીક સારવાર કરાવેલ અને આ બનાવ અંગે ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરાવી અપહરણ કરનાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીને એક ઇકો ફોરવ્હીલર સાથે હસ્તગત કરી ગઢડા પોલીસ સ્ટેશનમાં લાવી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સરાહનીય કામગીરી કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image