વેરો નહીં ભરતા વધુ ત્રણ મકાન માલિકના નળ કનેકશન કટ્ટ - At This Time

વેરો નહીં ભરતા વધુ ત્રણ મકાન માલિકના નળ કનેકશન કટ્ટ


મહાપાલિકાની વેરા વસુલાત શાખાએ બાકી ટેકસ વસુલવા વધુ ત્રણ નળ જોડાણ કાપી નાંખ્યા હતા. તો 12 મિલ્કત સીલ કરીને 39 આસામીને ટાંચ જપ્તી માટે નોટીસ અપાઇ છે. સામાકાંઠે વોર્ડ નં.6ના શ્રમજીવી સોસાયટીમાં એક મકાનનું નળ કનેકશન કાપતા રૂા. 71 હજારનો ચેક આવ્યો હતો. તો પેડક રોડ પર ચાર યુનિટને નોટીસ અપાઇ હતી. વોર્ડ નં.15ની સર્વોદય સોસા.માં એક મકાનનું નળ કનેકશન કાપી નખાયું હતું જયારે વોર્ડ નં.16ના ગોકુલનગરમાં મકાનનું નળ જોડાણ કાપતા રૂા. 47 હજારનો ચેક જમા થયો હતો.
વોર્ડ નં.2માં સદરમાં 7 યુનિટને નોટીસ, વોર્ડ નં.4ના ગોડાઉન રોડ પર બે યુનિટને સીલ કરતા રીકવરી, જકાતનાકા પાસે પાંચ યુનિટ અને વોર્ડ નં.પના રણછોડનગરમાં 3 યુનિટને નોટીસ અપાઇ હતી. વોર્ડ નં.7માં ગોંડલ રોડના શિવાલીક-પમાં એક યુનિટ, ડો. યાજ્ઞિક રોડ પર ટર્નિંગ પોઇન્ટમાં એક, ભકિતનગર સ્ટેશન પ્લોટ પાસેના રોયલ સ્કવેરમાં એક અને સમૃધ્ધિ ભવનમાં એક યુનિટને સીલ કરતા રીકવરી થઇ હતી. તો ચાર મિલ્કતને નોટીસ અપાઇ હતી.વોર્ડ નં.8ના પંચવટી મેઇન રોડ પર પાંચ મિલ્કતને જપ્તી નોટીસ, વોર્ડ નં.9માં રૈયા ચોકડી પાસેના ગોકુલ એપાર્ટમેન્ટમાં બે યુનિટ સીલ કરતા રીકવરી, એક જગ્યાએ સીલની કાર્યવાહી કરતા રૂા.80 હજારનો ચેક આવ્યો હતો. વોર્ડ નં.11ના કાલાવડ રોડ, વોર્ડ નં.13ના સમ્રાટ ઇન્ડ., ઉમાકાંત પંડિત ઇન્ડ., મારૂતિ ઇન્ડ. એરીયામાં સીલ અને રીકવરીની કાર્યવાહી કરાઇ હતી. વોર્ડ નં.17ના આનંદનગરમાં 4 ટાંચ જપ્તી નોટીસ, વોર્ડ નં.18ના ગોંડલ રોડ પર બે સીલીંગ કરાતા રીકવરી થઇ હતી. આજે બપોર સુધીમાં રૂા. 60.29 લાખની ટેકસની આવક થઇ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.