વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના મેઇન રોડ તેમજ પાટણ અને ભિડીયા વિસ્તારનાં રસ્તાની સાફ સફાઇ કરાઈ
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના મેઇન રોડ તેમજ પાટણ અને ભિડીયા વિસ્તારનાં રસ્તાની સાફ સફાઇ કરાઈ
----------
ગીર-સોમનાથ. તા.૮: “સ્વચ્છતા હી સેવા"ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ છે.જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ ગામોમાં “સ્વચ્છતા એ જ સેવા”ની નેમ સાથે સ્વચ્છતા અભિયાન તા.૧૫ ડીસેમ્બર સુધી ચાલવાનુ છે ત્યારે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાં દ્વારા શહેર વિસ્તારનાં મેઇન રોડ તેમજ પાટણ અને ભિડીયા વિસ્તાર ની રસ્તાની કચરો, ગંદકી દૂર કરીને રસ્તાઓને સ્વચ્છ અને સુઘડ બનાવવામા આવ્યો છે.
સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના મેઇન રોડ તેમજ પાટણ અને ભિડીયા વિસ્તાર ની રસ્તાની સફાઇ કરવામા આવી હતી. તેમજ રોડ પરથી કચરા સહિતની ગંદકી દૂર કરીને રસ્તાઓને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યો છે.
આ સ્વચ્છતા ઝૂંબેશ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.