હળવદના મયુરનગર ગામે બાંધકામનું કામ કરતા સમયે નીચે પડતા યુવાનનું મોત
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના મયુરનગર ગામે પ્રાથમિક શાળાના બાંધકામ કરતા સમયે મૂળ ગોધરા તાલુકાના ધોલ્લાવનો વતની હાલ મયુરનગર તા.હળવદ રહેતા ભીખાભાઇ મડીયાભાઇ મોહનીયા ઉવ.૨૭ પ્રાથમીક શાળામાં બાંધકામ કરતા હતા ત્યારે ૩૦ થી ૩૫ ફુટ ઉંચાઇએથી પગ સ્લીપ થતા નીચે પડતા શરીરે ઇજા થતા સારવારમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા જ્યાં સારવાર દરમિયાન ભીખભાઈનું મોત નિપજતા હળવદ પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.