પાટડી તાલુકાના ફતેપુર પ્રાથમિક શાળામાં બેદરકારી દાખવનાર ત્રણ શિક્ષકોની બદલી - At This Time

પાટડી તાલુકાના ફતેપુર પ્રાથમિક શાળામાં બેદરકારી દાખવનાર ત્રણ શિક્ષકોની બદલી


કારણદર્શક નોટિસ ફટકાર્યાના અઠવાડિયા બાદ કાર્યવાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત અઠવાડિયે પાટડી તાલુકાના ફતેપુર પ્રાથમિક શાળાના રૂમને તાળુ મારી બાળકોને પુરી શિક્ષકો ઘરે જતા રહ્યાં હતા આ અંગે વાલીઓ અને આગેવાનોને જાણ થતાં શાળાનો ગેઈટ તોડી બાળકોને બહાર કાઢ્યાં હતાં જ્યારે આ મામલે બેદરકારી દાખવનાર શાળાના આચાર્ય અને શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બેદરકારી દાખવનાર ત્રણ શિક્ષકો સામે કાર્યવાહી કરી ત્રણેયની અલગ અલગ તાલુકાઓમાં બદલી કરવામાં આવી છે ફતેપુર પ્રાથમિક શાળામાં ગત તા.17 ફેબુ્રઆરીના રોજ ધોરણ-1 ના અંદાજે 20થી વધુ બાળકો શાળાના રૂમમાં હતા તે દરમિયાન શિક્ષકો રૂમ લોક કરી ઘરે જતા રહ્યા હતા અને ત્યારબાદ બાળકોનો રડવાનો અવાજ સાંભળી આસપાસના આગેવાનો અને વાલીઓની મદદથી તમામ બાળકો શાળામાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં સમગ્ર મામલે શિક્ષકોની તેમજ આચાર્યની બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો અને શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી જે મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બનાવના દિવસે ગંભીર બેદરકારી બદલ ફતેપુર શાળાના આચાર્ય અને શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારી હતી અને બેદરકારી અંગે ખુલાસો માંગ્યો હતો સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને 12 વાગ્યે રજાના સમયે ક્લાસ રૂમને તાળુ મારીને નીકળી જતા બાળકોએ રોકકળ કરી મુકી હતી આ ઘોર બેદરકારી બદલ જિલ્લા શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય અને શિક્ષકોને કારણ દર્શક નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો આ ઘટનામાં શાળાના ત્રણ શિક્ષકો દોષિત સાબિત થતા ત્રણ શિક્ષકોની બદલી કરી દેવાઈ છે શિક્ષકો બહારગામથી અપડાઉન કરતા હોવાથી શાળા છુટવાના સમયે તેઓ ઉતાવળમાં શાળાને તાળુ મારીને નીકળી ગયા હતા જેમા બાળકો ક્લાસ રૂમની અંદર જ રહી ગયા હતા આ ગંભીર બેદરકારીને કારણે ત્રણ શિક્ષકો કસૂરવાર સાબિત થતા તેમની ફતેપુરથી સાયલા અને થાનગઢ બદલી કરી દેવામાં આવી છે હજુ પણ જોઆ ઘટનામાં કોઈ શિક્ષકની બેદરકારી સામે આવશે તો તેમની સામે પણ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે આપને જણાવી દઈએ કે નાના ભૂલકાઓ ક્લાસરૂમમાં હતા અને શિક્ષકો વર્ગખંડને તાળુ મારીને નીકળી ગયા હતા જે બાદ બાળકોએ રોકકળ કરી મુકી હતી અને ડરના કારણે તેઓ અર્ધબેભાન અવસ્થામાં આવી ગયા હતા બાળકોના રડવાનો અવાજ સાંભળી ગામના લોકોએ તાળા તોડી બાળકોને બહાર લાવ્યા હતા નોટિસ આપ્યાના એક અઠવાડિયા બાદ બેદરકારી દાખવનાર ત્રણ શિક્ષકો સામે કાર્યવાહી કરી અલગ અલગ તાલુકાઓમાં બદલી કરવામાં આવી છે જેમાં શિક્ષક દિનેશભાઈ પચાણભાઈ સીંધવની સાયલા, ઈશ્વરભાઈ રામભાઈ ગોહિલની ચોટીલા અને અરવિંદભાઈ કમાભાઈ ડોરીયાની થાન શાળામાં સામુહિક બદલી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.