થલસેના ભરતી-૨૦૨૨ અંતર્ગત લેખિત કસોટીની પૂર્વ તૈયારી થઈ શકે તેવા હેતુસર ઉમેદવારો માટે ૧૫-દિવસીય તાલીમવર્ગનું આયોજન
થલસેના ભરતી-૨૦૨૨ અંતર્ગત લેખિત કસોટીની પૂર્વ તૈયારી થઈ શકે તેવા હેતુસર ઉમેદવારો માટે ૧૫-દિવસીય તાલીમવર્ગનું આયોજન
પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ વિષય તજજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદર્શન અપાશે
બોટાદ જિલ્લાના યુવાનોને સંરક્ષણદળમાં અગ્નિવીર તરીકે કારકિર્દી ઘડતરની ઉજ્જવળ તક મળવા જઈ રહી છે. ત્યારે ઓક્ટોબર-૨૦૨૨માં રાજકોટ ખાતે થલસેના ભરતી રેલી અંતર્ગત લેખિત કસોટી માટે એડમીટ કાર્ડ મેળવેલા તમામ ટ્રેડના ઉમેદવારોને લેખિત કસોટીની અસરકારક અને સઘન પૂર્વ તૈયારી થઈ શકે તેવા હેતુસર ૧૫-દિવસીય તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેખિત કસોટીની પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ વિષય તજજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.
તાલીમવર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતેના નામ નોંધણી કાર્ડની નકલ અને થલસેના ભરતી કાર્યાલય દ્વારા મળેલી એડમીટ કાર્ડની નકલ તા.૨૬ ડિસેમ્બર સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ ખાતે રૂબરૂમાં મોકલી આપવાના રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી–બોટાદના કોલ સેન્ટર નંબર- ૬૩ ૫૭ ૩૯૦ ૩૯૦ મારફત સંપર્ક કરવા ઈન્ચાર્જ રોજગાર અધિકારીશ્રી, બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Report, Nikunj Chauhan Botad
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.