ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલની વિદ્યાર્થીની ઉર્વા શુક્લાએ સ્પેસ કેમ્પ astrorunner બની મેળવી અનોખી સિદ્ધિ.
ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલની વિદ્યાર્થીની ઉર્વા શુક્લાએ સ્પેસ કેમ્પ astrorunner બની મેળવી અનોખી સિદ્ધિ.
ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલની વિદ્યાર્થીની ઉર્વા શુક્લાએ સ્પેસ કેમ્પ astrorunner બની મેળવી અનોખી સિદ્ધિ.
ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલ હંમેશા તેમના વિદ્યાર્થીઓ ની આંતરિક શક્તિ ને ખીલવવા માટે અવનવા સ્ટેજ આપવા માટે જાણીતી છે ત્યારે ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલની વિદ્યાર્થીની શુક્લ ઉર્વા વિશાલભાઈએ હોમીભાભા સાયન્સ લેબ દ્વારા આયોજિત સ્પેસ કેમ્પમાં ભાગ લઇ અને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ખુબ સુંદર પ્રદર્શન કરી astrorunner બની છે. શુક્લ ઉર્વાએ આ સિદ્ધિ મેળવી શાળાનું અને અમરેલી નું ગૌરવ વધારેલ છે. ઉર્વા પોતાના અનુભવો શેર કરતા જણાવેછે
તેમને નાનપણથીજ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ખુબ રુચિછે અને તેને આ સ્પેસ કેમ્પમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની તક મળી દુનિયાના સૌથી મોટા telescope દ્વારા આપણી સોલાર સિસ્ટમ નો નજારો જોયો રશિયા અને અમેરિકાની સ્પેસ રેસ ના નઝારા જોવા મળ્યા અને સ્પેસ ફ્લાઇટ વિશેની માહિતી મેળવી આ સ્પેસ કેમ્પ પછી મારો આત્મવિશ્વાસ ખુબ વધ્યોછે ભવિષ્યમાં હું પોતાનું telescope વસાવી રોજઆ બ્રહ્માંડની દુનિયાનો નઝારો જોવા ઈચ્છું છું અને મારી શાળા એટલે કલામ કેમ્પસ દ્વારા મારા સ્વપ્નને પાંખો આપવામાં આવીછે તેમના દ્વારા ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે મારી કારકિર્દી નિર્માણ કરી અને મારાં સ્વપ્નની ઉડાન ભરવા માટે હું તૈયારછું.
અમરેલી શહેરમાં રહીને પણ દેશ વિદેશના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકાય આ આત્મવિશ્વાસ આપવા માટે મારી શાળા ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલનો આભાર માનુંછું.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.